સોરઠ પંથકમાં ઇકોઝોન હટાવવા સર્વે પક્ષ મેદાને ઉતરી લડી લેવાના મૂડમાં
વિસાવદર, ભેસાણ, તાલાલા, માળિયા સાથે મેંદરડા ખેડૂતોનો વિરોધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
સોરઠ પંથક સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરતા જૂનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલુકા કક્ષાના ગ્રામ્ય વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવા વિરોધ વંટોળો શરુ થયો છે.જેમાં વિસાવદર, ભેસાણ , તાલાલા અને માળીયા હાટીના સાથે આજે મેંદરડામાં ઇકોઝોન નાબૂદના વિરોધમાં ખેડૂતો સાથેની વિશાળ રેલી યોજાય હતી જેમાં ખેડૂતો અને સર્વે પક્ષના આગેવાનો જોડયા હતા અને હાથમાં બેનરો સાથે ઇકોઝોન નાબૂદ કરો ના નારા લાગ્યા હતા.
હાલ તમામ પક્ષના આગેવાનો ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે આજે મેંદરડાના પાદર ચોકથી મામલતદાર ઓફીસ સુધિ ખેડૂતો અને આગેવાનો રેલીમાં જીલ્લા પંચાયત ભાજપના સદસ્ય જોલીત બુહા, આપના પ્રવિણ રામ, કરસન બાપુ ભાદરકા, ધીરુભાઈ કુભાણી, જગદીસભાઈ સોલંકી, કિશોરભાઈ પાનસુરીયા, કમલેશભાઈ પાનસુરીયા સાથે મેંદરડા તાલુકાના મોટી સંખ્યમાં ખેડુતો ઉપસ્થિત રહીને ઇકોઝોન નાબૂદ કરવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને હજુ કોઈ ઇકોઝોન નાબૂદ કરવા પગલા ભરવામાં નહિ આવેતો આગામી દિવસોમાં ઇકોઝોનનો વિરોધ વધુ ઉગ્ર બનાવની શક્યતા જોવા મળી રહી છે. મેંદરડામાં આજે ઇકોઝોન હટાવવાની માંગ સાથે રેલી યોજાઇ હતી જેમાં મામલતદારને આવેદનપત્ર આપીને ઇકોઝોન મુદ્દે આગેવાનોએ એવી માંગ કરી હતી કે, કેન્દ્રસરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગીર વિસ્તાર માટે ઇકોઝોન મુદે તા.18-9-24ના રોજ જાહેર કરવામાં આવેલા ગેજેટમાં અમારા મેંદરડા તાલુકાના એક ગામોનો સમાવેશ થાય છે.
આ કાળા કાયદાના નીચે મુજબના કારણોને લીધે અમે વાંધો રજૂ કરીએ છીએ જેમાં આગેજેટ અમારી પ્રાદેશિક ભાષામાં નથી એટલે આ ગેજેટને સંપૂર્ણ રીતે સમજવા માટે અમે અસમર્થ છીએ અને આ ગેજેટ લાવતા પહેલા કયારેય સ્થાનિક પરિસ્થિતિ સમજવાનો અને અમને સાંભળવાનો પ્રયત્ન થયેલ નથી. આ ગેજેટમાં ઇકોઝોનની હદરેખા અને ઇકોઝોનના અંતરને લઇન અનક વિસંગતતાઓ છે. જયારે આ ગેજેટના અમલીકરણથી ખેડૂતોની ફોરસ્ટ વિભાગ તથા અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા ખુબ જટિલ ખર્ચાળ બનશે અને આ સિવાય આ ગેજેટ અમારા વિસ્તારના સર્વાગી વિકાસમાં અવરોધરૂપ બને એમ છ. આ ગેજેટના અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે.
- Advertisement -
આ ગેજેટના અમલિકરણથી જંગલ, વન્યજીવો અને સોસાયટી ઉપર ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઇ શકે એમ છે કારણ ક, હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમના કારણે એમની ક્ષમતા મુજબ રોજગારી મળી રહે છે એટલા માટે સ્થાનિક લોકો જંગલમાં અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃતિઓ તરફ જોડાતા નથી તેમજ જંગલ, સિંહ કે અન્ય વન્યજીવોને પણ નુકશાન કરતાનથી કારણકે, અમેને ખબર છે કે પ્રકૃતિ અનેે સિંહના કારણે જ એમને ટુરિઝમમાં રોજગારી મળી રહે છે પરંતુ જો આ ગેજેટનું અમલીકરણ થાય તો સ્થાનિક લોકો મોટાપાયે બેરોજગાર બનશે અને ત્યારે જો બેરોજગાર લોકો જંગલમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અથવા વ્યસન તરફ આગળ વધે તો જંગલ, પ્રકૃતિ, વન્યજીવ અને સોસાયટી માટે મોટો ખતરો બની શકે એવો ડર છે એટલે આ બાબતને ગંભરીતાથી વિચારવુ જોઇએ. આ બધા કારણોને લીધે અમે આ ગેજેટ અને કાયદાનો વિરોધ કરીએ છીએ અને આ કાયદો સદંતર નાબુદ કરવા સાથે એક રેલી યોજાઇ હતી અને જો આગામી સમયમાં ઇકોઝોન હટાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તેની સાથે આ આવેદન પત્રમાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.