ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડમાં એસટીની બસ દીવાલ સાથે અથડાઈ હતી જેમાં એસટી બસની ટક્કર થી દીવાલ તૂટી હતી અને દીવાલ તૂટતાં ત્રણ બાઈક સહીત એક રીક્ષાને નુકશાન થયું હતું આ બાબતે જૂનાગઢ એસટી વિભાગના કંટ્રોલર આર.પી.શ્રીમાળી જણાવ્યું હતું કે, એસટી બસ સ્ટેન્ડમાં એક ડ્રાઈવર બસને રિવર્સમાં લેતા સમયે જીજે 18 ઝેડ 2664 નંબરના ડ્રાયવરે રિવર્સ ના બદલે આગળનો ગેર પડી જતા બસ એસટી બસ સ્ટેન્ડની દીવાલ સાથે ટકરાઈ હતી અને અકસ્માતમાં એસટી બસ અને અન્ય બાઈક સાથે રિક્ષાને નુકશાન થયું હતું જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી જેની વધુ તપાસ કરવામાં આવશે.
જૂનાગઢ ST બસ સ્ટેન્ડમાં બસ દીવાલ સાથે ટકરાતા ત્રણ વાહનોને નુકસાન
