મુખ્ય આરોપી ફરાર, રોકડાં રૂપિયા ગાડી જપ્ત કરાય
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાનાં ગીરગઢડા રોડ પર આવેલા નારડા પેટ્રોલ પંપ નજીક ઉનાનાં કપાસ મગફળીનાં લોહાણા વેપારી મનુભાઇ રમણીકભાઇ તૈલી બે દિવસ પહેલા એકિસસ બેંક બ્રાન્ચ માંથી બપોર સમયે રોકડા રૂ.5 લાખથી વધુ રકમ લઈને ગીરગઢડાનાં દ્રોણ ગામે જણસીની રકમ પોતાનાં બાઈક પર થેલો લઈને જતાં હતાં. ત્યારે પાછળથી ચાર શખ્સોએ પીછો કરી બાઈકને લાત મારી મનુભાઈ તૈલીને પછાડી દેતાં હાથ અને માથા ઉપર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન સફેદ કલરની બર્ગમેન પર આવેલા ચાર શખ્શો રૂ. 5 લાખ રૂપિયાનો થેલાની લુંટ કરીને ફરાર થઇ ગયા હતા. લુંટની ધટના બનતાં અને મનુંભાઈ તૈલી હોસ્પિટલે દાખલ થતાં ઉના પોલીસ અને ગીર સોમનાથ જિલ્લા બ્રાન્ચની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સી સી કેમેરા તેમજ બાતમી આધારે આ લુંટની ધટનામાં સંડોવાયેલા ચાર શખ્સની ગણતરીનાં કલાકોમાં જડપી પાડી પુછપરછ કરતાં ભાગી પડ્યા હતાં.
આ લુંટમાં પોલીસે મિલન ગોવિંદ ચાવડા ઉ.વ.22 તેમજ બે સગીર શખ્શો સુગર ફેકટરીનાં પડતર ખંડેર પાસે સંતાયા હોય ત્યાંથી ધરપકડ કરીને લુંટી લેવાયેલ રૂ. 4.35 લાખ કબ્જે કરાયાં હતાં. તેમજ સફેદ કલરની બર્ગમેન ગાડી સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. આ લુંટનો મુખ્ય સુત્રધાર અને નામચીન માથાભારે શખ્શ રધુ રવિ બાંભણીયા ફરાર થઈ ગયો હોય તેની પોલીસ શોધી રહી છે. ઉના પી આઈ એન કે ગોસ્વામી, પી એસ આઇ આર.આર ગરળચર, દેવાણદભાઈ, કિશનાભાઈ ભુરીયા, જગદીશભાઈ, ધર્મેન્દ્ર સિંહ, નલીનભાઇ, પીઠીયાભાઈ, મેહુલભાઈ સહિતના પોલીસ સ્ટાફ આ તપાસમાં જોડાયેલ અને લુંટનો ભેદ ઉકેલાયો હતો.