ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના પુત્રએ ઓટલા ઉપર બેસી ગાળો ન બોલવા અને માર્ગ ઉપરથી પસાર થતા લોકોની મશ્ર્કરી કરવાની નાં પાડતા મહિલા સભ્ય ના પુત્ર ને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી છરી વડે ઉપર જીવલેણ હુમલો કરી નાસી જનાર ત્રણેય આરોપી જેલહવાલે થયાં છે.
પાલિકાના મહિલા સભ્યના પુત્ર વિજયભાઈ જીતુભાઈ સોંદરવા ઉપર છરીથી હુમલો કરનાર જાહીર જીકરભાઈ હાલાઈ ઉર્ફે.કાદુ ઉ.વ.21 રે.રમળેચી,અર્પિત દિવ્યેશભાઈ વાળા ઉર્ફે.અપ્પુ ઉ.વ.19 રે.ગુંદરણ ગીર,તુષાર જાવીદભાઈ ચૌહાણ ઉર્ફે.બોસ ઉ.વ.20 રે.તાલાલા વાળા રફુચક્કર થઈ ગયેલ તમાંમ આરોપીને ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ મધુરમ સોસાયટી માંથી દબોચી લીધા હતા.ત્રણેય આરોપીઓને તાલાલા કોર્ટ માં રજુ કરતા કોર્ટે આરોપીનાં જામીન નામંજૂર કરતાં ત્રણેય આરોપીઓને પોલીસે જુનાગઢ મધ્યસ્થ જેલહવાલે કરેલ છે.



