રુબિયો અવકાશમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર અમેરિકન અવકાશયાત્રી બની ગયા, 371 દિવસ સુધી અવકાશમાં રહ્યા અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો
અંતરિક્ષમાં 371 દિવસ વિતાવ્યા બાદ અમેરિકન અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો પૃથ્વી પર પરત ફર્યા છે. તેઓને કઝાકિસ્તાનના દૂરના વિસ્તારમાં સોયુઝ કેપ્સ્યુલમાં ઉતારવામાં આવ્યા હતા. તેમની સાથે રશિયાના અવકાશયાત્રી સર્ગેઈ પ્રોકોપ્યેવ અને દિમિત્રી પેટેલિન પણ અવકાશમાંથી પરત ફર્યા છે. રુબિયો અવકાશમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર અમેરિકન અવકાશયાત્રી બની ગયા છે. તેમણે 11 સપ્ટેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 371 દિવસ સુધી અવકાશમાં રહ્યા.
- Advertisement -
આ પહેલા અમેરિકન અવકાશયાત્રી માર્ક વાંદે હીએ વર્ષ 2022માં 355 દિવસનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે અત્યાર સુધી અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવના નામે છે, જેમણે 437 દિવસ વિતાવ્યા હતા. ફ્રેન્ક રુબિયોને 180 દિવસ માટે અવકાશ મિશન પર મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમનું અવકાશયાન જંક સાથે અથડાયું હતું. જેના કારણે વાહનની કુલીંગ સિસ્ટમ બગડી ગઈ હતી. આ કારણોસર અમેરિકન અવકાશયાત્રીને લાંબા સમય સુધી રોકાવું પડ્યું.
શું કહે છે અમેરિકન અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો
આ સમગ્ર મામલે અમેરિકન અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો કહે છે કે, જો તેમને ખબર હોત કે તેણે 1 વર્ષ સુધી અંતરિક્ષમાં રહેવું પડશે તો તે ક્યારેય મિશન પર ન ગયા હોત. અમેરિકાના ફ્રેન્ક રુબિયોએ સ્પેસ સ્ટેશનમાં 5963 વખત પૃથ્વીની પરિક્રમા કરી હતી. આ દરમિયાન તેમણે 15 કરોડ 74 લાખ 12 હજાર 306 માઈલનો પ્રવાસ કર્યો. જો તેમની સરખામણી ચંદ્રની યાત્રા સાથે કરવામાં આવે તો આ અંતરમાં વ્યક્તિ ચંદ્ર પર જઈ શકે છે અને ઓછામાં ઓછી 328 વખત પાછા જઈ શકે છે.
ફ્રેન્ક રુબિયો અવકાશમાં સૌથી લાંબો સમય રોકાણ સાથે અમેરિકાનો અવકાશયાત્રી બન્યા છે, પરંતુ તે એકંદરે ત્રીજા સ્થાને છે. પ્રથમ નંબરે રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવ છે. તેઓ 437 દિવસ સુધી અવકાશમાં રહ્યા. તેમણે 7 હજાર વાર પૃથ્વીની પરિક્રમા કરી હતી. રશિયન અવકાશયાત્રીઓ સર્ગેઈ અને દિમિત્રીએ પણ અવકાશમાં એક વર્ષ વિતાવ્યું હતું.