પાકિસ્તાન-અફઘાનમાં સક્રિય આતંકી સંગઠને વેસ્ટ ઈન્ડિઝને વિડીયો મોકલ્યો, 55માંથી 39 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન T-20 ખોરાસાને ઝ20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે આતંકવાદી સંગઠને વેસ્ટ ઈન્ડિઝ સહિત ઘણા દેશોને વીડિયો સંદેશ મોકલ્યા છે.T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ભારતની તમામ લીગ મેચો અમેરિકામાં યોજાવાની છે. આ પછી, જો ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થાય છે તો તેણે આ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમવી પડશે.
ઇસ્લામિક સ્ટેટ તરફી મીડિયાએ ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. T-20 ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે પ્રચાર ચેનલ નસીર-એ-પાકિસ્તાન દ્વારા એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં સમર્થકોને આ દેશોમાં હુમલાને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ, જોની ગ્રેવ્સે ક્રિક બઝને કહ્યું: “અમે ઓથોરિટી સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. “વેસ્ટ ઈન્ડિઝમાં એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં વર્લ્ડ કપની મેચ યોજાશે. અમેરિકામાં ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાશે. રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં વર્લ્ડ કપ દરમિયાન હુમલાના કોઈ ખતરાને લઈને અત્યાર સુધી કોઈ માહિતી સામે આવી નથી.ટીમ ઈન્ડિયા ગ્રુપ અમાં સામેલ છે.