ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા પર છે, અને સપ્ટેમ્બર શરૂ થશે. આ મહીનાની શરૂઆતમાં કેટલાક નિયમો અને બાબતોમાં ફેરફાર જોવા મળશે. સપ્ટેમ્બરની પહેલી તારીખથી કેટલાક નિયમો પણ બદલશે. આ ફેરફારમાં બેંકિગથી લઇને પ્રવાસ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. આ સપ્ટેમ્બરથી મોંઘવારીમાં પણ વધારો થશે. આવતા મહીનાથઈ યમુના એકસપ્રેસ વે, જનરલ ઇન્સોરન્સ, નેશનલ પેન્શન સ્કીમ, પ્રોપર્ટી ખરીદવાથી લઇને નવી ગાડી ખરીદવા સુધીના નિયમોમાં ફેરફાર જોવા મળશે.
- Advertisement -
પીએનબી કેવાયસી
પંજાબ નેશનલ બેંકએ પોતાના ગ્રાહકો માટે 31 ઓગસ્ટ સુધી કેવાયસી કરવાનો આદેશ આપ્યો છે, એવું નહીં કરનારને પીએનબી એકાઉન્ટ બંધ કરવામાં આવશે. પીએનબીએ મહીના પહેલાથી જ પોતાના ગ્રાહકોને આ મેસેજ કરીને આગ્રહ કર્યો છે.
ઇન્સ્યોરન્સના નિયમો
આઇઆરડીએઆઇના જનરલ ઇન્સ્યોરન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ઇન્સ્યોરન્સ કમીશન પર એજન્ટને 30થી 35 ટકાની જગ્યાએ 20 ટકા જ કમિશન મળશે. આવા લોકોને પ્રીમિયમમાં ઘટાડો આવશએ, જેમાં તેમને રાહત મળશે. આ નવી ડ્રાફ્ટ નોટિફિકેશન સપ્ટેમ્બરના મધ્યમાં પ્રભાવિત કરશે. આ પહેલા આવનારા સમયમાં વીમા પ્રીમિયમમાં ઘટાડો આવી શકે છે.
- Advertisement -
નેશનલ પેન્શન સ્કીમમાં ખાતું
1 સપ્ટેમ્બરથી નેશનલ પેન્શ સ્કીમમાં ખાતાને લઇને એક નિયમમાં ફેરફાર આવશે. નેશનલ પેન્શ સ્કીમમાં ખાતું ખોલાવવા પર પ્વાઇન્ટ ઓફ પ્રજેન્સનું કમિશન મળે છે. આ કમિશન 15 રૂપિયાથી વધીને મળે છે. નવા નિયમો અનુસાર, હવે 10 હાજર રૂપિયાનું વ્યાજ આપવામાં આવશે.
ઓડી કાર મોંઘી થશે
ઓડી કંપનીએ પોતાના બધા મોડેલની કાર મોંઘી કરી દીધી છે. સપ્ટેમ્બરથી આ કંપનીની કાર ખરીદવા પર વધારે પૈસા આપવા મડશે. આ વધારો 2.4 ટકાનો રહેશે અને આ નવી કિંમત 20 સપ્ટેમ્બર 2022થી લાગુ પડશે.
પ્રોપર્ટી ખરીદવી પડશે મોંઘી
જો તમે પ્રોપર્ટી લેવાની યોજના બનાવી રહ્યા હોય તો , હવે તમારે વધારે પૈસા આપવા પડશે. ગાજિયાબાદના સર્કિટ રેટ વધી ગયા છે. જેમાં 4 ટકાથી લઇને 2 ટકાનો વધારો નોંધાયો છે. આ નવા સર્કિટ રેટ 1 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
1 સપ્ટેમ્બરથી એલપીજીના ભાવમાં ફેરફાર થશે. જેમાં દર મહીનાની પહેલી તારીખથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, 1 સપ્ટેમ્બરના પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોને રિવાઇઝ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં એલપીજી સિલિન્ડરના ભાવ ઘટશે.