પિતા બાદ પુત્ર ડે. મેયર બન્યા તેવી પ્રથમ ઘટના
વોર્ડ નં.9ના કોર્પોરેટર આકાશ કટારાની વરણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ મહાનગરપાલિકાનું બુધવારે પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં હોદ્દેદારોની વરણી કરાઇ હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી નાની વયના ડે.મેયર તરીકે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર આકાશ કટારાની વરણી કરાઇ છે. ઉપરાંત પિતા બાદ પુત્ર પણ ડે. મેયર બન્યા હોય તેવી પણ પ્રથમ ઘટના બની છે. આકાશ કટારાની ઉંમર માત્ર 23 વર્ષની છે. જૂનાગઢમાં 2004થી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઇને આજ 2025 સુધીમાં બનેલા ડે. મેયરમાં આકાશે સૌથી નાની વયનાં ડે.મેયર બન્યા છે. 1994માં નગરપાલિકા હતી ત્યારે આકાશના પિતા કરમણ કટારા સૌથી નાની વયના સદસ્ય બન્યા હતા. જેમના પિતા ડે. મેયર બન્યા હોય તેમના પુત્ર પણ ડે. મેયર બન્યા હોય તેવી ઘટના પણ જૂનાગઢમાં અગાઉ ક્યારેય બની નથી. આમ, ડે. મેયર બનેલા આકાશ કટારાએ આકાશને આંબે તેવી સફળતાની હેટ્રીક ફટકારી છે.