ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાના અણધડ વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે દિવાળી પેહલા શહેરના રોડ રસ્તા બની જશે તેવા દાવા પોકળ સાબિત થયા છે ત્યારે ઝાંઝરડા રોડ પર રસ્તા બનવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે એવા સમયે પાણીની પાઇપ લાઈન ખરાબ થતા ખોદકામ શરુ કર્યું હતું ત્યારે પાણીના વેડફાટ સાથે પાણી રસ્તા પર વહી જતા રસ્તાના કામમાં અડચણ ઉભી થઇ હતી હજુ તો રસ્તા બની રહ્યા છે ત્યારે આ હાલ છે બની ગયા પછી જો પાણીની પાઇપ લાઈન ખરાબ થશે ત્યારે કરોડોના ખર્ચે બનેલ રોડ ને તોડવા પડશે અને પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જશે.
ઝાંઝરડા રોડનું હજુ કામ શરુ છે ત્યાં પાણીની પાઇપ લાઈન ખરાબ થતા ખોદાણ થયું
