ક્ષત્રિય કરણી સેના પરિવારની મહિલા પાંખ શપથગ્રહણ સમારોહની વિશેષ માહિતી માટે ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ આશાબા વાઘેલા, હર્ષાબા જાડેજા, પ્રવિણાબા જાડેજા, જયશ્રીબા જાડેજા, ગાયત્રીબા ઝાલા, ગીતાબા જાડેજા, પ્રફુલબા જાડેજા, નંદુબા જાડેજાએ ખાસ-ખબરની મુલાકાત લીધી હતી
સમારોહમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવતની વિશેષ ઉપસ્થિતિ
મહિલા પાંખ ગૃહ ઉદ્યોગ થકી રોજગારી, તલવાર રાસ સહિતની સામાજિક પ્રવૃતિ થકી સ્ત્રી સશક્તિકરણ કરશે
મહિલા સંગઠનમાં આજની આધુનિક પેઢી જોડાય તેના માટે આહવાન
ખાસ-ખબર સંવાદદાતા
ક્ષત્રિય કરણી સેના પરિવારની મહિલા પાંખનો આશાપુરા મંદિર, 80 ફૂટ રોડ, ગાંધીગ્રામ ખાતે રાત્રે 9 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. આ મહિલા પાંખ ક્ષત્રિય કરણી સેના પરિવારનો જ એક ભાગ છે જે સામાજિક પ્રવૃતિઓ માટે સંગઠિત થઈ છે.
આ સમારોહમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવત, મહિલા સેલના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ આશાબા વાઘેલા, અસ્મિતાબા પરમાર, જાગૃતિબા ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ મહિલા પાંખ ક્ષત્રિય સમાજની બહેનોના સશક્તિકરણનું કામ કરશે. જે મહિલાઓના આર્થિક ઉત્થાન માટે ગૃહ ઉદ્યોગ ચલાવશે. સાથે જ આજની આધુનિક પેઢી જોડાય તેના માટે પણ આહવાન કર્યું છે.
મહિલા પાંખના અધ્યક્ષ આશાબાએ જણાવ્યું હતું કે, આજના સમય મુજબ કલમની સાથે તલવાર શીખવી પણ જરૂૂરી છે. રાજપૂત સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તેવા હેતુથી આ મહિલા પાંખ વિભાગ કાર્યરત થયો છે.