જૂનાગઢ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભગવત કરાડના અધ્યક્ષસ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓના સ્થાનિક લાભાર્થીઓ સાથે સવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે જૂનાગઢના ડુંગરપુર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને લાભ સહાય એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આહવાન કર્યું હતું .મંત્રીશ્રીએ આ તકે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચેક વિતરણ ,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા પૂર્વ પંચાયત મંત્રી કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, તાલુકા વિકાસ અધિકારી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.