કેશોદ નગરપાલિકાના સફાઇ કામદારો પોલીસ સ્ટેશન નજીક હાઇકોર્ટ ના ચુકાદા મુજબ પાલિકા સમક્ષ પોતાની કાયમી કામદાર તરીકે હકક હિસ્સાની માંગને લઈને આંદોલન શરૂ કર્યું છે 1996થી ફરજ બજાવતાં કેશોદ નગરપાલિકાના આ કામદારોએ કાયમી કર્મચારી ગણી પુરતો પગાર આપવો, રજાઓ આપવી, 2001 થી પીએફ કપાવવું, એરીયસનું ચૂંકવણું કરવા સહિતની માંગ કરી છે અને હાલમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે જો માંગ નહીં સંતોષાય તો ભુખ હડતાલ આત્મવિલોપન સહિત કરવાની ચીમકી ઉચ્ચારી છે.