ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
108 એમ્બ્યુલન્સની સેવાથી અસંખ્ય માણસોને નવું જીવન મળ્યું છે ત્યારે જૂનાગઢ જીલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલાએ જણાવ્યું કે, એવો જ એક બનાવ કેશોદ તાલુકાના મઘરવડા ગામમાં ખેત મજૂરી કરતા બેનને અધુરે મહિને ડિલિવરીનો દુ:ખાવો થવાથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરેલ.
- Advertisement -
વંથલી લોકેશનના ઇએમટી હર્ષાબેન વાજા અને પાયલોટ રોહિતભાઈ જલું તુરંત માઘરવાડા પહોંચી ગયેલ અને તુરંત હોસ્પિટલ જવા નીકળી ગયેલ પરૂંતુ રસ્તામાં બેનને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો હોવાથી એમ્બ્યુલન્સ રસ્તામાં ઉભી રાખીને ડિલિવરી કરાવવાનું નકી કરેલ અને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડે તેમ હતી પરંતુ અધૂરા મહિને ડિલિવરી થવાથી બાળક બેભાન હતું અને શ્વાસ પણ પૂરતા પ્રમાણમાં ન હતા એવી પરિસ્થિતિમાં ઇએમટી હર્ષાબેન વાજાએ અમદાવાદ હેડ ઓફિસના ડોકટર સાથે ફોનમાં વાત કરી હતી અને ડો. પ્રજાપતી અને ડો.રામાણીના માર્ગદર્શનથી બાળકને કુત્રિમ શ્વાસ અને જરૂરી સારવાર આપેલ સાથે માતાને પણ ખૂબ લોહી નીકળવા થી તેની પણ તબિયત નાજૂક હતી તેને જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં આપેલ અને કેશોદ સીએચસી સેન્ટર તેને લઇ જવામાં આવેલ પરૂંતું માતા અને બાળક ની હાલત નાજુક હોવાથી.108 મારફતે જૂનાગઢ સીવીલ ખાતે દાખલ કરેલ આમ 108ની સમય સુચકતા અને સૂઝ બૂજ થી બે જીંદગીને નવું જીવન મળ્યું હતું આ સફળ કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને મહેન્દ્ર સિંહ દ્વારા 108 વંથલી ટીમને અભિનંદન આપેલ છે.