ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં 15 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા. આ તકે પ્રભુતામાં પગલા પાડનાર 15 જાનૈયાઓનો ભવ્ય વરઘોડો મુખ્ય માર્ગોએ નીકળ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ સમસ્ત સમૂહ લગ્નને સફળ બનાવવા મોટા કોળી વાડા, નાના કોળી વાડા તેમજ નવા કોળી વાડાનાં પટેલ જેમાં સામતભાઈ બારીયા, ઉપપટેલ ભીખુભાઈ વાયલુ, કરસનભાઈ વાજા, દાનાભાઇ બારીયા, વિરજીભાઈ જેઠવા, કારુભાઈ ચારિયા અને સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
વેરાવળમાં સમસ્ત કોળી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો
