કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયનાં જવાબદારોનાં રાજીનામા લઇ દાખલો બેસાડવાની ઉગ્ર માંગ
ગઇકાલે દવાખાનેથી રજા આપ્યા બાદ ફરી 8 જેટલી છાત્રાને ફૂડ પોઇઝનિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાનાં સમઢીયાળામાં આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા(બાલીકા) વિદ્યાલયમાં ગઇકાલે ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. જેમાં 27 જેટલી છાત્રાઓને અસર થતા સરવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. દવાખાનામાંથી રજા આપ્યા બાદ ફરી 8 જેટલી છાત્રાઓને અસર દેખાતા દવાખાને ખસેડવામાં આવી હતી. સાત મહિના પહેલા પણ અહીં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી,ત્યારે કોઇ પણ જવાબદાર સામે પગલ લેવામાં આવ્યા ન હતાં.જેના પગલે ફરી ઘટના બની છે. કેજીબીવીનાં જવાબદાર લોકોને તંત્ર દ્વારા છાવરવામાં આવતા હોવાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે.
મેંદરડાનાં સમઢીયાળામાં કસ્તુરબા ગાંધી ક્ધયા(બાલીકા) વિદ્યાલય આવેલી છે. અહીં સામાન્ય પરિવારની દીકરીઓ અભ્યાસ કરી રહી છે. અંદાજે 100 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ પણ મળે છે. ઉત્તમ સુવિધા આપે તો પણ કોઇ મુશ્કેલી ન પડે એટલી ગ્રાન્ટ આવી રહી છે.પરંતુ રાક્ષસી પેટ ધરાવતા લોકો સામાન્ય પરિવારની દીકરીનાં મુખમાંથી કોળિયા છીનરવી રહ્યાં છે. પરિણામે છાત્રાઓને યોગ્ય સુવિધા મળતી નથી. અહીં સાત મહિના પહેલા ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. સ્થાનીક તંત્રએ ઘટનાને દબાવી દીધી હતી. આ ઘટના બાદ પણ ઉચ્ચઅધિકારીઓ જાગ્યા ન હતાં. જેના કારણે બીજી વખત ફૂડ પ્રોઇઝનિંગની ઘટના ગઇકાલે બની હતી. 27 દીકરીઓને ફૂડ પોઇઝનિંગ થતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. રજા આપ્યા બાદ ફરી રાતનાં તેમને અસર થતા 8 જેટલી દીકરીઓને ફરી સારવારમાં લાવવામાં આવ્યાં હતાં. 7 મહિના પહેલા બનેલી ઘટના બાદ રેકટર કે અન્ય જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, આગાઉ બનેલી ઘટના બાદ અધિકારી રક્ષાબેન રાઠોડ તપાસ કરવા આવ્યા ન હતાં.તેમજ બીઆરસી કોર્ડીનેટર પાછલા બારણેથી વહીવટ કરી રહ્યાં છે. તેમજ સંસ્થાનાં જવાબદાર લોકોને છાવરવામાં આવી રહ્યાં છે. સ્થાનીક લોકોને સાંભળવામાં આવતા નથી. અનેક રજુઆત કરાઇ છતા પણ યોગ્ય કાર્યવાહી થતી નથી. કેજીબીવીનાં જવાબદાર અધિકારીઓનાં રાજીનામ લઇ વિજીલન્સ તપાસની માંગ કરાઇ છે.
DPEO યોગ્ય પગલા લે તેવી માંગ
જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ ઘટનાની યોગ્ય તપાસ કરી કડક પગલા લેવા જોઇએ. ડીપીઇઓને પગલ લેવામાં શરમ આવતી હોય તો પોતે જ રાજીનામુ આપી દેવું જોઇએ. એટલું જ નહી ખુદ શિક્ષણ મંત્રીએ આ ઘટનામાં અંગત રસ લેવો જોઇએ. લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતા દીકરીઓ સુવિધા મળતી નથી. સરકારનાં પ્રયાસને ભ્રષ્ટ લોકો નિષ્ફળ બનાવી રહ્યાં છે. શિક્ષણમંત્રીએ આ ઘટનાનાં તપાસનાં આદેશ આપી પોતાની નૈતિક ફરજ બજાવવી જોઇએ તેવી માંગ ઉઠી છે.