સરકારી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં, અકસ્માતનો ભય
જૂની કલેકટર ઑફિસની દીવાલ પરથી પથ્થર પડતા કારને નુકસાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ એક ઐતીહાસીક નગરી છે અને અગ્રણીઓ જુનાગઢને હેરીટેજ સીટી બનાવવાના સપનાઓ જોઈ રહયા છે ત્યારે બે દિવસ પહેલા જૂનાગઢની જૂની કલેકટર ઓફીસની દિવાલોમાં ઉગી નીકળેલ ઝાડવાઓને કારણે રાંગની દીવાલ માંથી પથ્થર પડતા એક નીચે પાર્ક થયેલ ફોરવ્હીલને નુકશાન થયેલ છે. આ બાબતે જૂનાગઢમાં ઘણી બધી ઐતીહાસીક ઈમારતો આવેલી છે. ત્યારે આ બાબતે શહેરના અગ્રણી એડવોકેટ અશ્વિનભાઈ મણીયારે મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખીને શહેરમાં જે સરકારી બિલ્ડીંગો પર વૃક્ષો અડિંગો જોવા મળે છે તે દૂર કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ બિલ્ડીંગોની સારસંભાળ રાખવી અને અકસ્માત ન થાય તે માટે યોગ્ય પગલાઓ લેવાનો જવાબદારી જે તે કબ્જો ધરાવનારની હોય કે પી.ડબલ્યુ.ડીની હોય કે કોર્પોરેશનની હોય આ બાબત નકકી કરવાનો સમય પાકી ગયો છે. જુનાગઢ શહેરની વચ્ચો વચ આવેલ કલેક્ટર ઓફીસમાં જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ફેરવવામાં આવે તો પાર્કીંગ, મુદામાલ તેમજ જગ્યા મોટી હોવાને કારણે આઝાદચોકમાં જે ટ્રાફીક જામ થાય છે તે પણ ન થાય અને શહેરી જનોને પુરતુ પાર્કીંગ મળી શકે, જુના ઓફીસ ધારકો જગ્યાઓ ખાલી કરતા નથી અને તે ઓફીસો પડીને પાદર થયેલ છે. જૂનાગઢ શહેરની ઐતીહાસીક ઈમારત દરબાર હોલ મ્યુઝીયમ માટે સરકાર દ્વારા જે રકમ ફાળવવામાં આવી છે તે અંગેની કોઈપણ કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી. આ સરકારી ઈમારતો ઉપર ઝાડવાઓ ઉગી નીકળ્યા છે અને આ મીલ્કતની જવાબદારીઓ કોની છે તે નકકી થઈ શકે તેમ નથી. જુનાગઢ જૂની સીવીલ હોસ્પીટલમાં કોર્ટ બીલ્ડીંગ બન્યા બાદ વધેલી મીલ્કતોમાં ડોકટર્સ કવાટર હતા તે મારી જાણ મુજબ આજની તારીખે પણ સીવીલ હોસ્પીટલ જૂનાગઢના કબ્જામાં છે અને તેમાંથી પણ બારી, દરવાજા તથા પથ્થરોની ચોરી થઈ રહી છે. અને આ જગ્યા તુરત કબ્જામાં લઈ અને જજીસ કવાટર બનાવવા જોઈએ જેથી સમયનો પણ બચાવ થાય અને પેટ્રોલ નો પણ બચાવ થાય.
જૂનાગઢમાં ઘણી બધી એવી મીલ્કતો છે જેમાં આજની તારીખે જે તે ઓફીસો કે વ્યકિતઓના કબ્જા છે. પી.ડબલ્યુ તંત્રએ આ બધી મીલ્કતોની વિગતો મંગાવી તેની સારસંભાળ રહે તેમજ મીલ્કતોને નુકશાન ન થાય અને પેશકદમી પણ ન થાય તે અંગે યોગ્ય પગલાઓ ભરવા જરૂરી છે. અને જો જૂનાગઢના આ ઐતીહાસીક બીલ્ડીંગોની જાળવણી થઈ શકે તેમ છે. ભવિષ્યમાં અકસ્માતોથી કોઈ જાનહાની ન થાય તે દુષ્ટીએ તાત્કાલીક સરકાર દ્વારા યોગ્ય હુકમો કરી અને જૂનાગઢના લોકો ઉપર ઝળુંબી રહેલ મોતને પણ ટાળી શકાય તેમ છે અને જો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની તે પણ નકકી કરવુ જરૂરી છે.



