આજથી રાજયભરનાં 17 હજાર વેપારીઓ દ્વારા અસહકાર આંદોલન પાર્ટ-2નો પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં 714 સહિત રાજયભરનાં 17-હજાર રેશનીંગનાં વેપારીઓ તેનાં એસોસિએશનમાં આદેશ મુજબ આજથી બે મુદ્દતી હડતાલ ઉપર ઉતરી ગયા છે.રૂમ.20 હજારનાં કમિશન મુદ્દે સરકારે સમાધાન કર્યા બાદ પણ છલ કરતા રોષે ભરાયેલા રેશનીંગનાં વેપારીઓએ દિવાળી ટાણેજ હડતાલનું રણશીંગુ ફુકી અને તહેવારો ઉપર જ વિતરણ વ્યવસ્થા ખોરવી દેતા દેકારો મચી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારીઓ નજીવા કમિશનથી દુકાન તથા પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા રહ્યા છે ત્યારે રાજ્યના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ અને ઓલ ગુજરાત એફ પી એસ એસોસિએશન
આ બંને એસોસિયેશન સાથે મળીને અસહકારની લડત ચલાવેલી હતી રાજ્યના દુકાનદાર ભાઈઓ પોષણક્ષમ બને એ માટે દરેક દુકાનદારભાઈ કે જેઓને 20 હજાર રૂપિયાથી ઓછું કમિશન થાય છે આવા વેપારી ભાઈઓને મિનિમમ રૂા10,000 કમિશન મળે એ માટે સરકાર સાથે ગત પહેલી ઓગસ્ટ થી આ ચળવળનું મંડાણ કર્યું હતું અને બીજી સપ્ટેમ્બર સુધી લગભગ 50 ટકા જેટલું પરિણામ પણ મેળવ્યું હતું કોઈ કારણોસર કે ગમેતેના પાપે વેપારીભાઈઓની માંગણી સંતોષતી વખતે 300 રેશનકાર્ડની મર્યાદા મુકીને સરકાર દ્વારા વેપારીભાઈઓ સાથે ભયંકર છલ કરવાં આવ્યું હતું જેના કારણે મિનિમમ વીસ હજાર રૂપિયા કમીશન મેળવવા માટે વેપારીભાઈઓનો એક મોટા વર્ગ વંચીત રહી ગયો હતો. બન્ને એસોસીએશનના આગેવાનો દ્વારા નિયામક સચિવ પુરવઠા પ્રધાન તથા માનનીય મુખ્યમંત્રી સુધી આ વાત લઈ જઈને સરકાર ને વેપારીભાઈઓ સાથે થયેલા છલથી વાકેફ કરવામાં આવી હતી તથા જો વેપારીભાઈઓને પોતાનો હક્ક નહી મળે તો ફરીથી અસહકારની લડત ચલાવવામા આવશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સરકાર લગભગ દશેરા સુધીમાં કોઈ નિર્ણય લઈ લેશે એવા આશ્વાસન સાથે બંને એસોસિયેશન તથા એસોસિએશનના આગેવાનો અને મોટાભાગના વેપારી ભાઈઓ રાહ જોતા રહ્યા હતા પરંતુ સરકાર તરફથી કોઈ સળવળાટ જાણવા મળેલ ન હોય બંને એસોસિયેશનના આગેવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસની મથામણ બાદ અસહકાર પાર્ટ ટુ આંદોલન ચાલુ કરવાનો નક્કી કરવામાં આવ્યો છે.