2004-05માં જ્યાં દેશની 30% વસ્તી ગરીબ હતી તેની સંખ્યા 2030 સુધીમાં 6%ની નીચે આવી જશે: 2047 સુધીમાં 2% પણ નહિ રહે
મધ્યમ વર્ગની વસ્તી 2004-05માં 14% હતી જે 2030 સુધીમાં 46% થઇ જશે: 2047 સુધીમાં 100 કરોડથી વધુ મધ્યમ વર્ગના લોકો હશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર, 2047 સુધીમાં, 100 કરોડથી વધુ ભારતીયો દેશમાં મધ્યમ વર્ગમાં જોડાશે. આ મૂલ્યાંકન ‘પીપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ ક્ધઝ્યુમર ઈકોનોમી’ એટલે કે પ્રાઈસના ‘ભારતના મધ્યમ વર્ગનો ઉદય’ નામના સર્વે રિપોર્ટમાં કરવામાં આવ્યું છે. તેને ૠ-20 ના શેરપા અમિતાભ કાંત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, 2004-05માં જયાં દેશના 30 ટકા પરિવારો ગરીબ હતા, 2030 સુધીમાં તેમની સંખ્યા ઘટીને છ ટકા થઈ જશે. જયારે 2047 સુધીમાં તે બે ટકા પણ નહીં રહે. મધ્યમ વર્ગની વસ્તી 2004-05માં 14 ટકાથી વધીને 2030 સુધીમાં 46 ટકા થશે. 2047માં આ આંકડો 63 ટકા સુધી પહોંચવાની આશા છે.
આવકના ચાર માપદંડ દેશની આવકના પિરામિડને ચાર માપદંડ મૂકીને માપે છે. જેમાં અમીરોની વાર્ષિક કૌટુંબિક આવક 30 લાખ રૂપિયાથી વધુ ગણવામાં આવી છે. મધ્યમ વર્ગને 5-30 લાખ રૂપિયાની રેન્જમાં મૂકવામાં આવ્યો હતો. આકાંક્ષીની આવક 1.25 થી 5 લાખ રૂપિયાની વચ્ચે છે અને 1.25 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને ગરીબ ગણવામાં આવે છે. આગામી વર્ષોમાં શ્રીમંત, મધ્યમ વર્ગ અને મહત્વાકાંક્ષી વર્ગની સંખ્યામાં વધારો થવાનો દાવો કરવામાં આવે છે.
- Advertisement -
વિકાસ દરમાં વધારો શક્ય : અમિતાભ કાંતે કહ્યું છે કે દેશમાં ઉત્પાદન અને શહેરીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને 8-9 ટકાનો વિકાસ દર હાંસલ કરી શકાય છે.
તેનો અર્થ શું છે: ભવિષ્યમાં, મધ્યમ વર્ગની વસ્તીમાં વધારાને કારણે, એવા લોકોની સંખ્યામાં વધારો થશે જેઓ વધુ ખર્ચ કરી શકશે. દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે આર્થિક ચક્રમાં તેમના યોગદાનથી લાભ મેળવવો શક્ય છે. જે વિસ્તારમાં તેઓ વધુ ખરીદી કરશે, તે વિસ્તારમાં ઉત્પાદન વધશે, તેનાથી નોકરીની સંભાવનાઓ વધશે અને નીચલા સ્તરના લોકો મજબૂત થશે. પછી આર્થિક ચક્રમાં તેમના તરફથી યોગદાન પણ વધશે. એકંદરે, તેઓ દેશની જીડીપી વધારવામાં સક્ષમ હશે.
ઉચ્ચ શિક્ષણમાં સુધારા જરૂરી : નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે ભારતે તેની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૂર છે, જેથી યુવાનો વિકસીત દેશોમાં કામકાજની વસ્તીમાં થયેલા ઘટાડાનો લાભ લઈ શકે. અમેરિકા અને યુરોપિયન યુનિયન. વર્તમાન યુગમાં મોટાભાગના દેશોમાં લોકોની ઉંમર વધી રહી છે અને કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે. આફ્રિકાને બાદ કરતા ભારતમાં સૌથી વધુ કામ કરનારાની વસ્તી હશે.
અમિતાભ કાંતે કહ્યું કે, ઉભરતા મધ્યમ વર્ગમાં દેશમાં આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસને આગળ વધારવાની શક્તિ છે. જેમ જેમ મધ્યમ વર્ગની સંખ્યામાં વધારો થશે, તે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુવિધાઓ, શિક્ષણ, આવાસ, ઉપભોક્તા ચીજવસ્તુઓ અને અન્ય ઘણી વસ્તુઓની માંગમાં વધારો કરશે. 1991ના સુધારા પછી લાખો લોકો મધ્યમ વર્ગમાં જોડાયા. તકનીકી પ્રગતિ અને સતત વિકાસએ વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું.