ગીર સોમનાથના તાલાળા શહેરમાં એક વ્યક્તિની નિર્મમ હત્યા થઈ હતી પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરતા આ બનાવમાં સૈયદ મકવાણા નામના એક વ્યક્તિને તાલાળામાંજ રહેતા ઝાહિદ મકવાણાની માતા સાથે અનૈતીક સંબંધ હોય જેને કારણે જાહીદ મકવાણાને સૈયદ પર ભારે ગુસ્સો હતો. ત્યારે જાહીદ મકવાણા બહારથી પોતાના ઘરે આવતા પોતાની માતા અને તેના પ્રેમી સૈયદને જોઈ જતા જાહીદ નો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. અને જાહીદે સૈયદને ભારે ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી વડે તેમના પર હુમલો કરતા સૈયદનું સારવાર મળે તે દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપી જાહીદ ની ધરપકડ કર અને આગળની તપાસ હાથ ધરી છે.
તાલાળામાં હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ
Follow US
Find US on Social Medias