ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે કોડીનાર, કાણેકબરડા, શાણાવાંકિયા, રમરેચી ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અંતર્ગત નદી-તળાવ, રસ્તાઓ અને મહાપુરૂષોની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી રહી છે. જે ઉપક્રમે તાલાળા તાલુકાના રમરેચી ગામે નદીની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી.
જ્યારે ગીર ગઢડા તાલુકાના શાણાવાંકિયા ગામે જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી અને ઉના તાલુકાના કાણેકબરડા ગામે અને કોડીનાર તાલુકાના પીપળી ગામે પાણીના સ્ત્રોતની આસપાસ સાફ સફાઈ કરવામાં ગ્રામજનોની સહભાગીદારી રહી હતી.