ખાસ-ખબર સંવાદદાતા
શ્રી પટેલ સેવા સમાજ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના વોર્ડ નં. 11ના અંબિકા ટાઉનશીપ (જીવરાજ પાર્ક)માં નિર્માણ પામેલ ગાર્ડનનું નામકરણ પોપટભાઈ નરશીભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ના નામ ઉપરથી ‘શ્રી પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) પાર્ક રાખવાનો ઠરાવ રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઠરાવને અનુસંધાને તાજેતરમાં આ પાર્કનું નામકરણ લોકાર્પણ મેયર નયનાબેન પેઢડીયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે નામકરણથી પર્યાવરણ અને સમાજકાર્ય માટે લોકોને પ્રેરણા મળતી રહેશે. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડો. રમેશભાઈ ઘોડાસરા, વિરેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, સોનલબેન સેલારા, ચેતનભાઈ સુરેજા, મનીષભાઈ રાડિયા, ભારતીબેન પાડલીયા, વિનુભાઈ સોરઠીયા, નરોત્તમભાઈ કણસાગરા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો, મહિલા સંગઠનની ટીમ, યુવા સંગઠનની ટીમ હાજર રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંગઠનના પ્રમુખ ડેનિસભાઈ કાલરીયાની આગેવાનીમાં સમગ્ર ટીમે જહેમત
ઉઠાવી હતી.
અંબિકા ટાઉનશિપના ઉદ્યાનનું પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) પાર્ક નામકરણ કરાયું
