દાડમમાં રહેલા પોલીફિનોલસ ઘટકો દીર્ઘાયુષ્યને ઉત્તેજન આપતા પોસ્ટબાયોટિક્સના નિર્માણને ઉત્તેજિત કરે છે
દાડમ એટલે કે પ્યુનિકા ગ્રેનાટમ આ પૃથ્વી પરના મનુષ્ય દ્વારા ખવાતા પ્રાચીનતમ ફળોમાંનું એક છે; દુનિયાભરના કઈ કેટલાય દેશોના ઇતિહાસના પૃષ્ઠ પર તેની વિસ્તૃત નોંધ છે. હજારો વર્ષોથી, વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓને તે આહાર અને ઔષધીય વસ્તુઓ પ્રદાન કરતું આવ્યું છે. દાડમની ઉત્પતિ વીશે પ્રાચીન કાળમાં થોડી ગેરસમજ હતી પણ અત્યારે ઘણા તથ્યો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. દાડમના જીનસને આપવામાં આવેલું નામ પુનિકા ઉત્તર આફ્રિકાના એક પ્રાચીન શહેર કાર્થેજના રોમન નામ પરથી ઉપજી આવ્યું છે, તેથી રોમનો એવું ગેરસમજથી આફ્રિકાને દાડમનું મૂળ વતન સમજી બેઠા હતા. હકીકતમાં દાડમના મૂળ ઈરાન પ્રાચીન ભારત અને અફઘાનિસ્તાનના ભાગોમાં છે. દાડમના ફળને શાસ્ત્રીય લેટિન નામ માલુમ ગ્રેનાટમ પણ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “દાણાદાર સફરજન”.વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ દાડમ એક પ્રકારના બેરી છે. સાચા બેરી એ ભરાવદાર ફળો છે જે એક અંડાશયવાળા એક ફૂલમાંથી આવે છે અને સામાન્ય રીતે ઘણા બીજ હોય છે. દાડમના ફળનું સૂકું બાહ્ય આવરણ બે સ્તરોથી બનેલું છે; એક તો બહારનું કઠ્ઠણ પડ જેને એપીકાર્પ કહેવાય છે અને બીજું આંતરિક નરમ પડ જેને મેસોકાર્પ કહેવાય છે આંતરિક મેસોકાર્પ અલગ વિશિષ્ટ આકારની ચેમ્બર બનાવે છે જેમાં એરિલ તરીકે ઓળખાતા કસદાર આવરણ સાથે બીજ હોય છે.
રોગ સામે લડતો યોદ્ધો એટલે દાડમ
દાડમના ફળ, ફૂલો, છાલ, મૂળ અને પાંદડાઓમાં પોલિફીનોલ્સ જેવા રસાયણો હોય છે, જેનો ઉપયોગ સંખ્યાબંધ રોગો અને અસ્વસ્થ પરિસ્થિતિઓ સામે લડવામાં થઈ શકે છે. તેમાં વિટામિન સી અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. પ્રાચીન સંસ્કૃતિઓ દાડમના સ્વાસ્થ્ય લાભોને સમજતી હતી અને તેનો ઉપયોગ પાચન સંબંધી વિકૃતિઓ, ચામડીની વિકૃતિઓ અને આંતરડાના પરોપજીવીઓનો નાશ
- Advertisement -
તંદુરસ્ત વૃદ્ધત્વ અને દીર્ઘાયુષ્યના સ્વપ્નને દાડમ કેવી રીતે સંભવ બનાવે છે ?
હેડ્સ અને પર્સેફોનની પૌરાણિક કથામાં પણ દાડમની ઘણી વાતો છે
કરવા માટેના ઉપાય તરીકે કરતી હતી. આધુનિક સમયના સંશોધનો દર્શાવે છે કે દાડમ હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર પરિસ્થિતિઓને અટકાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે.
મૃત્યુ અને ફળદ્રુપતાનું પ્રતીક
ગ્રીક પૌરાણિક કથાઓમાં, દાડમને ’મૃતકના ફળ’ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે તેઓની એવી માન્યતા હતી કે તે એડોનિસ નામના દેવતાના લોહીમાંથી ઉદ્ભવ્યું છે. હેડ્સ અને પર્સેફોનની પૌરાણિક કથામાં પણ દાડમની ઘણી વાતો છે. આ જ શ્રેણી અંતર્ગત એવું વિવરણ છે કે અંડરવર્લ્ડના દેવતા હેડ્સ દાડમના બીજનો ઉપયોગ પર્સેફોનને દર વર્ષના થોડા મહિનાઓ માટે અંડરવર્લ્ડમાં પાછા લાવવા માટે કરતા હતા. જોકે તેનાથી બિલકુલ વિપરીત રીતે પ્રાચીન ગ્રીસ અને રોમમાં દાડમ માનવીય ફળદ્રુપતાનું પ્રતીક ગણાતું હતું. પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ તેમજ લગ્ન અને બાળજન્મની ગ્રીક દેવી હેરા સાથે દાડમની અનેક વાતો જોડાયેલી છે. પ્રાચીન રોમમાં નવવિવાહિત સ્ત્રીઓ દાડમના પાંદડામાંથી વણાયેલા તાજ પહેરતી હતી અને દાડમના રસનો ઉપયોગ વંધ્યત્વને દૂર કરવા માટે કરવામાં આવતો હતો. કુરાનમાં એવું કહેવાયું છે કે દાડમ જન્નતના બગીચામાં ઉગે છે. તેમાં તેને અનેક જગ્યાએ અલ્લાહની ઉત્કૃષ્ઠ સર્જન તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક અત્યંત રસપ્રદ વાત એવી છે કે પ્રાચીન ઈરાની ખ્રિસ્તી ધર્મના સાહિત્ય અને ઉપદેશમાં દાડમને ઈડનના બગીચાનું ફળ ગણાવી સફરજનને નહી બલ્કે દાડમને વધુ જોખમી (! ) ઠેરવી તેના સેવનની મનાઈ ફરમાવવમાં આવી હતી! બીજી તરફ બિન-ખ્રિસ્તી ઈરાની પરંપરા “યાલ્દા નાઈટ” દરમિયાન લોકો શિયાળાની પરાકાષ્ઠાની રાતોએ એકઠા થઇ સમૂહમાં દાડમનું સેવન કરીને તેને અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી તરીકે મનાવતા હતા આજે પણ કેવના ટેમ્પરેટ હાઉસમાં તેના પૌષ્ટિક અને ઔષધીય ગુણધર્મોના સન્માન રૂપે તેના સુંદર ફળો સંપૂર્ણ ઉનાળા અને વસંતઋતુમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ક્યુ ના ડ્યુક ગાર્ડનમાં દાડમની સેકડો વેરાઈટીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. પવિત્ર કુરાનમાં પણ દાડમના સુંદર ચિત્રો છે.
દાડમમાં રહેલા પોલિનોલ્સ શું છે?
નારંગી, સફરજન, દ્રાક્ષ, પીચીસ, ગ્રેપફ્રૂટનો રસ, ચેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા ફળ, પાલક, ડુંગળી, શલોટ્સ, બટાકા, કાળા અને લીલા ઓલિવ, ગ્લોબ બ્રોકોલી, શતાવરીનો છોડ અને ગાજર જેવા શાકભાજી, આખા અનાજના ઘઉં, રાઈ અને ઓટનો લોટ જેવા અનાજ, કેટલાક કઠોળ ઉપરાંત બદામ જેવા સુકામેવામાં પોલીફિનોલસના અદભૂત તત્વો હોય છે. પણ તો પછી દાડમની તેમાં શું નવાઈ શુ?? વાસ્તવમાં દાડમે પોતાના દીર્ધાયુષ્ય ઉત્તેજક ગુણધર્મો માટે ભારે ચર્ચાઓ જગાવી છે. દાડમમાં રહેલા પોલિફીનોલ્સ સાથે વૃદ્ધત્વ કેવી રીતે જોડાયેલું છે તે સમજવા જેવી વાત છે. દાડમ અનેક પ્રકારના પોલિફીનોલ્સથી સમૃદ્ધ છે જે દાહ વિરોધી એન્ટીઑકિસડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ( કેન્સર પ્રતિરોધક ) અસરો ધરાવે છે પણ, સવાલ હવે એ ઊભો થાય છે કે દાડમમાં એવુ તે શું છે જે તંદુરસ્ત વૃદ્ધત્વ માટે મહત્વપૂર્ણ બની રહે છે? બીજા ખાદ્ય પદાર્થોમાં પણ આ ગુણ હોય જ તો દાડમની આ પારાયણ અહી શા માટે?વાસ્તવમાં માનવ શરીર દાડમના પોલિનોલ્સનો કેવી રીતે ઉપયોગ કરે છે તે સમજવું બહુ રસપ્રદ છે. દાડમમાં રહેલા પોલીફિનોલસ ઘટકો દીર્ધાયુષ્યને ઉત્તેજન આપતા પોસ્ટબાયોટિક્સનું નિર્માણ સતેજ કરે છે. આવું જ એક પોસ્ટબાયોટિક દાડમમાંના પોલિફીનોલ્સમાં મળી આવે છે, તે છે યુરોલિથિન! એ જે સ્વસ્થ વૃદ્ધત્વ માટે મહત્વપૂર્ણ ફાયદાઓ ધરાવતું હોવાના પ્રમાણભૂત સંશોધનો છે
વનસ્પતિ આધારિત સુપરફૂડ્સ અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે “પોલિફેનોલ્સ” શબ્દ જાણકારોને ખાસ અજાણ્યો તો નહી જ લાગે. તો ચાલો તે શું છે તેના પર તમારી યાદશક્તિને થોડું દબાણ આપો. આ પહેલા કેરડા પરના અમારા લેખમાં અમે ફાયટોકેમિકલની વાત કરી હતી છતાં યાદ અપાવી દઉં કે ફાયટોકેમિકલ્સ
- Advertisement -
દાડમનું મૂળ વતન પ્રાચીન ભારત-અફઘાનિસ્તાન અને ઈરાન છે
પ્રાચીન ઈરાની ખ્રિસ્તી ધર્મમાં સફરજનને નહીં બલ્કે દાડમને જોખમી(!) ફળ કહેવાયું છે
એટલે જૈવિક અને પર્યાવરણીય વિપરીતતાઓ સામે વનસ્પતિને ટકી રહેવાની ક્ષમતા આપતા વનસ્પતિની પોતાની અંદર રહેલા તત્વો. આ તત્વો જ છોડને તેમની આરોગ્ય-પ્રોત્સાહક શક્તિઓ આપતા હોય છે. તેઓ વનસ્પતિનો સાચા અર્થનો હોર્સ પાવર છે. અનેક ફળો, શાકભાજી, આખા અનાજ અને ચા જેવી વનસ્પતિઓમાં તે વિપુલ માત્રા અને વૈવિધ્યપૂર્ણ સ્વરૂપમાં હોય છે.
દાડમના દીર્ઘાયુષી તત્વોનું રહસ્ય
તાજેતરના અભ્યાસોએ દાડમના તંદુરસ્ત-વૃદ્ધત્વ બક્ષતા મુખ્ય રહસ્યોમાંથી એકને ખોલ્યું છે. દાડમમાં રહેલા પોલિફીનોલ્સ આપણાં આંતરડામાં યુરોલિથિન અ નામના દીર્ધાયુષ્યને પ્રોત્સાહન આપતા સંયોજનનું ઉત્પાદન કરે છે. યુરોલિથિન અ એ મિટોફેજી નામની એન્ટિ-એજિંગ પ્રક્રિયાને ટ્રિગર કરતા એન્ટી ઓક્સિજન તરીકે સુપ્રસ્થપિત છે. શરીરમાં મિટોકોન્ડ્રિયાના ભંગાણ સામે તે કુદરતી સંરક્ષણ છે. જ્યારે આપણે સ્વાસ્થ વૃદ્ધિ માટે પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે સ્વસ્થ મિટોકોન્ડ્રિયા પર આધાર રાખીએ છીએ. તે મિટોકોન્ડ્રિયા એ છે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ઊર્જામાં પરિવર્તિત કરે છે, જે શરીરને ખીલવવામાં ભાગ ભજવે છે! સમય જતાં, આપણું મિટોકોન્ડ્રિયા ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, ત્યારે આ મિટોફેજી પ્રક્રિયા શરીરના ક્ષતિગ્રસ્ત મિટોકોન્ડ્રિયાને ઓળખે છે અને તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપીને તેનું નવસંસ્કરણ કરે છે. કમનસીબે મિટોફેજી પ્રક્રિયા સમય જતાં ધીમી પડી ભાંગે છે. આ એ તબક્કો છે જ્યાં યુરોલિથિન અ ની ભૂમિકા આવે છે, જે મિટોફેજીને ઉત્તેજિત કરે છે અને શરીરને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે. યુરોલિથિન અ પોસ્ટબાયોટિક છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પોસ્ટબાયોટીક્સ હોતા નથી, પરંતુ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શરીરને પોસ્ટબાયોટીક્સ બનાવવા માટે જરૂરી ઘટકો પૂરા પાડે છે. ખાસ કરીને દાડમની છાલમાં રહેલા એલાજીટેનીન એ તે ઘટકો છે જેને આપણા આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ (પ્રોબાયોટીક્સ) યુરોલીથિન અમાં રૂપાંતરિત કરી શકે છે. તો આપણે યુરોલીથિન અ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં એલાગીટાનીન મેળવવા દાડમની છાલનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં આપણાં આયુર્વેદમાં આ વાત હજજારો વર્ષ પહેલાં કહેવાઇ છે.
પ્રાચીન રોમમાં નવવિવાહિત સ્ત્રીઓ દાડમના પાનમાંથી વણાયેલા તાજ પહેરતી
દાડમના રસનો ઉપયોગ વ્યંધ્યત્વને દૂર કરવા માટે કરાતો હતો
દાડમના ફળ, ફૂલો, છાલ, મૂળ અને પાંદડાઓમાં પોલિફીનોલ્સ જેવા રસાયણો હોય છે, જેનો ઉપયોગ સંખ્યાબંધ રોગો અને અસ્વસ્થ પરિસ્થિતિઓ સામે લડવામાં થઈ શકે છે
દાડમનું ફળ કે દાડમનો રસ?
દાડમના ફળમાં તેના જે ગુલાબી બીજ હોય છે તેને એરિલ્સ કહેવાય છે. બીજની આસપાસ રહેલ બંધારણ અને છાલનો સમાવેશ થાય છે. એન્થોકયાનિન અને ફ્લેવોનોલ્સ સહિત પોલિફીનોલ્સ, દાડમના ફળના સામાન્ય રીતે ખાવામાં આવતા ભાગોમાં જોવા મળે છે.ઉપર દર્શાવ્યા મુજબ, છાલ, ખાસ કરીને એલાગિટાનીનથી સમૃદ્ધ છે, પરંતુ તે એકદમ તુરાશ પડતી હોય છે, જેના કારણે લોકો તે ખાતા અચકાય છે. આનાથી કેટલાક લોકો વિકલો તરીકે દાડમના રસનો ઉપયોગ કરવા પ્રેરાય છે. અલબત્ત દાડમના રસમાં પણ પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ ફળની છાલમાં કુલ ફિનોલિક પ્રવૃત્તિ સર્વાધિક હોવાનું જાણવા મળ્યું છે. દાડમના રસમાં જે પોલિફેનોલ્સ મળી આવે છે તેમાં ટેનીન, એન્થોકયાનિન અને ઈલાજિક એસિડ ડેરિવેટિવ્ઝનો સમાવેશ થાય છે. જો કે વિવિધ પ્રકારના દાડમના રસમાં મોજૂદ પોલિફેનોલ્સની માત્રામાં મોટા પ્રમાણમાં તફાવત હોય શકે છે. તે અલગ અલગ રસોમાં ખાંડના
પ્રમાણમાં પણ મોટો તફાવત હોય છે. આ બન્ને તફાવત બે થી ચાર ગણા હોય શકે છે, તેથી સારી ગુણવત્તાના દાડમ મેળવવા પ્રયાસ કરવો. બીજી તરફ આધારભૂત અભ્યાસો સ્પષ્ટ કરે છે કે આપણામાંથી મોટાભાગના લોકો પાસે આપણા આહારમાંથી યુરોલિથિન અ બનાવવા માટે જરૂરી એવા યોગ્ય સૂક્ષ્મજીવાણુઓ નથી. તેનો અર્થ એ છે કે આપણે ગમ્મે એટલે દાડમ ખાઈએ કે આપણે ગમ્મે એટલો દાડમનો રસ પીએ તેનું ખાસ મહત્વ જ રહેતું નથી જ્યાં સુધી યુરોલીથીન અ બનાવવા માટે આપણા શરીરમાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ જીવો ન હોય. સંક્ષિપ્તમાં આ વાતનો નિષ્કર્ષ આપીએ તો, દાડમ પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. દાડમના સેવનના મહત્વના ફાયદાઓમાંનો એક એ છે કે આંતરડામાં યુરોલિથિન અનું ઉત્પાદન થાય છે, જે મિટોફેજીની પ્રક્રિયા દ્વારા તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપવાનું મુખ્ય સંયોજન છે. અને ચાલો દાડમના બીજના ફાયદાઓ વિશે ભૂલશો નહીં. આપણામાંના મોટાભાગના લોકો માટે, દરરોજ નોંધપાત્ર માત્રામાં દાડમ અથવા દાડમના રસનું સતત સેવન કરવું ખૂબ જ મુશ્કેલ છે, અને આપણા આંતરડામાં યુરોલિથિન અ ઉત્પન્ન કરવાની આપણી ક્ષમતા પણ અનિશ્ચિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે, તેના લાંબા આયુષ્યના લાભોનો આનંદ માણવા માટે ઉચ્ચ ગુણવત્તાની યુરોલિથિન અ સપ્લિમેન્ટની શોધ થવી જોઈએ, પણ એક અસરકારક હાથવગા ઉપાય તરીકે એન્ટિબાયોટિક દવાઓ લેવાનું તદ્દન બંધ કરો અને આહારમાં મોળી પાતળી છાશ તથા તાજા દહીં તેમજ સ્વસ્થ આથાવાળા પદાર્થ ખાવાનો શરૂ કરો તો દાડમ જેવી દિવ્ય વનસ્પતિનો ઉપયોગ કરી આપણે ચોક્કસ જ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી શકીએ.