પોરબંદર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરે ટ્રેનિંગ, ઊટખ મેનેજમેન્ટ સહિત ચૂંટણીલક્ષી અગત્યના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું
પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ સ્વિપની કામગીરી અંગે કલેકટર કે.ડી લાખાણી અને ટીમની કામગીરીની સરાહના કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર સંસદીય મત વિસ્તાર માટેના જનરલ ઓબ્ઝર્વરટી.એન. વેંકટેશ (IAS) તેમજ પોલીસ ઓબ્ઝર્વર ઉત્પલ કુમાર નાસ્કર(IPS) અને ખર્ચ નિરીક્ષક મતી આર.કવિથા (IRS)એ પોરબંદર જિલ્લા કલેકટરકચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરી કામગીરીની સમીક્ષા કરી હતી.પોરબંદર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિભાગ પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ, જેતપુર,કેશોદ, અને માણાવદરના પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ તમામ નોડલઓફિસરઓ સાથે યોજાયેલ આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર ટી. એન. વેંકેટશેમટીરીયલ મેનેજમેન્ટ, ઇ.વી.એમમેનેજમેન્ટ, વિવિઘ ટ્રેઈનીંગ સેશન, આદર્શ આચારસંહિતા અને ફરિયાદોના નિકાલ, હિટ વેવને પગલે મતદારો માટેની વ્યવસ્થાઓ, સવિશેષ મતદાન મથકો અને ત્યાં ઊભી કરવામાં આવેલી.
આવનાર વ્યવસ્થાઓ, વધુમાં વધુ મતદાન થાય તે માટેના જાગૃતિ કાર્યક્રમ, રેન્ડમાઈઝેશન, ઉદ્યોગમાં કામ કરતા રાજ્ય અને જિલ્લા બહારના શ્રમયોગી માટે સવેતન રજા, SST, FST, VVT, VST સહિત ટીમને તાલીમ તેમજ કાર્યક્ષમ કામગીરી સહિતનાઓમુદ્દાઓની સમીક્ષા કરી જરૂૂરી સૂચનાઓ આપી હતી. તેઓએ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં અધતન સુચના અને માર્ગદશન મુજબ કામગીરી થાય અને દરેક મદદનીશ ચૂંટણી અધિકારીઓને તેમના મત વિસ્તારમાં જરૂરી તૈયારી કરી ઝીણામાં ઝીણી બાબતો અંગે સંકલન કરી લેવા જણાવ્યું હતું. ઉપંરાત તેમણે શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે દરેકે પોતાની જવાબદારી સમજી કામગીરી કરવા તમામ અધિકારી – કર્મચારીઓને જણાવ્યું હતું.
- Advertisement -
જનરલ ઓબ્ઝર્વરએ પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વિટની કામગીરીની સરાહના કરી કલેક્ટર કે. ડી.લાખાણી અને ટીમને બિરદાવી મતદાન જાગૃતિમાં આ કામગીરી આગળ ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેકટરકે.ડી લાખાણીએ જનરલ ઓબ્ઝર્વરને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય અને ચૂંટણી સાથે રોકાયેલ કર્મચારીઓને પૂરતું માર્ગદર્શન મળે તે માટે ટીમવર્કથી જે કામ કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી આપી હતી. પોરબંદર પોલિટેકનિક કોલેજ ખાતે પોરબંદર લોકસભાની બેઠકની તેમજ પોરબંદર વિધાનસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પણ થવાની હોય ટીમ દ્વારા મતગણતરી સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે.
અને ત્યાં આનુસંગિક વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે તે સહિત અગત્યની કામગીરી અંગે સૌને માહિતગાર કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક કુમાર ગળચર દ્વારા નિરીક્ષકઓને પોરબંદર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ઉપરાંત જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારો,જરૂૂરી આંકડાકિય માહિતી તેમજ શાંતિપુર્ણ રીતે મતદાન થાય અને મતદાન પૂર્વે જુદી જુદીટીમોએ કરવાની થતી કામગીરી અંગે ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા તંત્ર, મેનેજમેન્ટની આંકડાકીય માહિતી સાથે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ ચૂંટણી અંતર્ગત પોલીસની કામગીરી અને બંદોબસ્ત આ ઉપરાંત ચેકિંગ અને પેટ્રોલિંગ સહિત પોરબંદર પોલીસ દ્વારા કરાયેલકામગીરીથી ઓબ્જર્વરઓને વાકેફ કર્યા હતા.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડીલાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બીઠક્કર, અધિક કલેક્ટર અને નોડલ ઓફિસર મેન પાવર આર.એમરાયજાદા, ડી આર.ડી.એના નિયામક અને એમ. સી.સી.નાનોડલ રેખાબા સરવૈયા, સાતેય વિધાનસભા વિસ્તારના પ્રાંત અધિકારી, રાજકોટ અને જૂનાગઢનાડીવાયએસપી, પોરબંદરના ડી.વાય.એસ.પી તેમજ નોડલ ઓફિસર સ્વીપ, મીડિયા, માયગ્રેટ વોટર, પી ડબ્લ્યુ ડી વોટર, કાયદો વ્યવસ્થા, કોમ્યુનિકેશન, આઈટી, સહિતના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.