અન્ય પદાધિકારી, અધિકારી પોતાના અંગત વાહન, સાઈકલ દ્વારા ઓફીસ પહોંચ્યા, મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા દર સોમવારનાં દિવસે ઓફીસ કાર ઓફ ડે એટલે કે સરકારી વાહન ન વાપરવાના કરેલા નિર્ણયનો આજથી શુભારંભ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ગત સ્ટેન્ડિંગની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, દર સોમવારે પદાધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ ન કરીને ઈંધણ બચાવશે. ત્યારે આજે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ સિટી બસની મુસાફરી કરીને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.23/10/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા દર સોમવારનાં દિવસે ઓફીસ કાર ઓફ ડે એટલે કે સરકારી વાહન ન વાપરવા અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા એક સંયુક્ત નિર્ણય કરી તે અંતર્ગત પરિપત્ર કરવામાં આવ્યો. જે નિર્ણયનો આજ પ્રથમ સોમવારથી શુભારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા પોતાના રહેણાંક વિસ્તાર નજીક સિટી બસ સ્ટોપ ખાતેથી બસમાં ઓફીસ પહોંચ્યા તેમજ અન્ય પદાધિકારી, અધિકારી પોતાના અંગત વાહન અને સાઈકલ દ્વારા ઓફીસ પહોંચ્યા હતા.