ત્રીજા દિવસે પણ 1 હજારથી વધુ લોકોએ શોનો લાભ લીધો
ખાસ ખબર સંવાદદાતા
સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો 3ડી લાઈટ એન્ડ સાઉન્ડ શો તા. 10 ઓકટોબરને સોમવારથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવ્યો હતો.પ્રથમ દિવસે શરૂ થયા બાદ બીજા દિવસે વરસાદી વાતાવરણના કારણે શો બંધ રાખવામાં આવ્યો હતો .ત્યારબાદ ફરી ત્રીજા દિવસે 1 હજારથી વધુ લોકોએ શોનો લાભ લીધો હતો. શોનો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.