રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયો હતો.

કોરોનાકાળ બાદ રંગીલા રાજકોટમાં આ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.

આ પતંગમહોત્સવમાં દેશવિદેશના અને ગુજરાતના મળીને 150થી વધારે પતંગબાજો ભાગ લીધો હતો.

પતંગ મહોત્સવને લઈને રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જુદી જુદી થીમ, તોતીંગ કટઆઉટ જેવી પતંગો આકાશમાં પહોંચતા બાળકો ખુશ ખુશાલ થઇ ગયા હતા.

આ પતંગ ઉત્સવમાં દેશ વિદેશથી પતંગબાજો આવ્યા હતા.

રાજકોટના પતંગ ઉત્સવમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિત 16 દેશોના 41 પતંગબાજો ભાગ લીધો હતો.

જ્યારે દેશના 7 રાજ્યો રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓરિસ્સાના 18 અને રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજો ભાગ લીધો હતો.

આ પતંગ ઉત્સવમાં G20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.

આ વખતે રાજકોટમાં પતંગ મહોત્સવ રેસકોર્સ ગ્રાઉન્ડની બદલે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યુ છે.

પતંગ મહોત્સવને નિહાળવા માટે પતંગ રસીયા ઉમટ્યા, તોતીંગ કટઆઉટ જેવી પતંગો આકાશમાં પહોંચતા બાળકો ખુશ ખુશાલ.

વિદેશી પતંગબાજો ગરબા પણ રમ્યા