ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં દુકાનનો ડોર લોક તોડી ચોરી કરતા શખ્સનો સીસીટીવી સામે આવ્યો શહેરના પાદર ચોક નજીક આવેલ બાલાજી કોમ્પલેક્ષની તમાકુ અને સોપારીની એજન્સીની દુકાન ચલાવતા રાજેશ બુસાની દુકાનના ડોર લોક તોડી રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી છે.આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મેંદરડામાં ધોળા દિવસે દુકાનમાંથી ચોરીની ઘટના, CCTV સામે આવ્યા
