બિલના સમર્થનમાં 223 સાંસદોનું મતદાન, 204 સાંસદોએ વિરોધ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ગન કંટ્રોલ બિલ રજૂ થયું હતું. 223 સાંસદોએ બિલને સમર્થન આપ્યું હતું. 204 સાંસદોએ બિલનો વિરોધ નોંધાવ્યો હતો. નીચલા ગૃહમાં તો બિલ પસાર થયું હતું, પરંતુ ઉપલા ગૃહમાં બિલ પસાર થાય તેવી શક્યતા ઓછી છે. એવી સ્થિતિમાં અત્યારે કાયદો બનશે નહીં, પરંતુ નવેમ્બરમાં યોજાનારી સેનેટર્સની ચૂંટણીમાં એ મુદ્દો જરૃર બનશે. અમેરિકામાં બફેલો, ન્યૂયોર્ક, ઉવાલ્દે અને ટેક્સાસમાં ફાયરિંગની ઘટનાઓ બની એ પછી અમેરિકામાં ગન કંટ્રોલનો મજબૂત કાયદો બનાવવાની માગણી ઉઠી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કાયદો બનાવવાની જાહેરાત કર્યાના સપ્તાહ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં ગન કંટ્રોલનું બિલ રજૂ થયું હતું. બિલની તરફેણમાં 223 સાંસદોએ મત આપ્યો હતો. બિલની વિરોધમાં 204 સાંસદોએ મતદાન કર્યું હતું. બિલમાં કેટલીક જોગવાઈઓ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. ગન ખરીદવા માટેની ઓછામાં ઓછી વય 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.
તો વળી, 15 રાઉન્ડ ફાયર કરે એવી ગન પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ થઈ છે.