સ્પેનના એન્ડાલુસિયા વિસ્તારના જંગલમાં આગ ફાટી નીકળી હતી. 2000 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ત્રણ ફાયરફાઈટર્સ ઈજાગ્રસ્ત થયા હતા. સ્પેનના એન્ડાલુસિયાની પહાડીઓમાં આવેલા જંગલોમાં આગ ફાટી નીકળતા 1000 ફાયર ફાઈટર્સને બચાવ કામગીરી માટે મોકલાયા હતા. આગ વધતી જતી હોવાથી 2000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બેનહાવિસના આશ્રયગૃહમાં લોકોને શરણ આપવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે તાપમાનમાં વધારો થયો હોવાથી જંગલમાં આગ ફાટી નીકળી હતી. સૈન્યના 200 જવાનોને જંગલમાં બચાવ કામગીરી માટે રવાના કરાયા હતા. જંગલમાં લાગેલી આગનો ઘુમાડો દૂર સુધી દેખાતો હતો. તીવ્ર પવન હોવાથી આગ ફેલાવાની શક્યતા વ્યક્ત થઈ હતી.