ભેંસાણના છોડવડીના યુવકે નોકરીની લાલચમાં 9.32 લાખ ગુમાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભેંસાણ તાલુકાના છોડવડીમાં રહેતો ભાવિન રતીલાલ જેતાણી 2016માં ગર્વમેન્ટ કોલેજ ભુજ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના દેવેન્દ્ર કિશોર હડીયલ સાથે ઓળખ થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પણ થઇ હતી. ત્યાર બાદ દેવેન્દ્રહડીયલને કોલેજમાંથી ડીટેઇન કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. ભાવિનભાઇ અભ્યાસ બાદ અમદાવાદ, બરોડા નોકરી પરત છોડવડી ગામે આવી ગયા હતા.
- Advertisement -
સપ્ટેમ્બર 2023માં અમદાવાદ ઇન્ટરવ્યુ આપવા જતી વખતે દેવેન્દ્રનો તેને ફોન આવ્યો હતોજેમાં દેવેન્દ્રને ભાવિન મારી પાસે સરકારી નોકરી મેળવવા કોન્ટેકટ છે પરંતુ પૈસા આપવા પડશે તેવી વાત કરી હતી. ભાવિને હા પાડતા દેવેન્દ્રએ ગાંધીનગર મહાપાલિકામાં નોકરી છે માટે દોઢ લાખ ભરવા પડશે અને ત્રણ વર્ષના બોન્ડ પર નોકરી મળશે તેમ વાત કરી હતી. ભાવિન જેતાણીએ 30-9-23થી 9-11-23 સુધીમાં દોઢ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ દેવેન્દ્રએ ફોન કરી તારે ગાંધીનગર ડોકયુમેન્ટ વેરીફિકેશનનું સોગંદનામુ કરવુ પડશે તેમ કહ્યુ હતુ. આથી ભાવિને ગાંધીનગર જઇ વેરિફીકેશનનું સોગંદનામુ કરાવ્યુ હતુ.
પૈસા આપી દીધા પછી ભાવિને નોકરી બાબતે પુછપરછ કરતા દેવેન્દ્રએ હમણા કાયમી ભરતી આવશે તેના સાડા ચાર લાખ રૂપિયા છે દોઢ લાખ તો તે આપી દીધા છે દોઢ લાખ આપવા પડશે એમ કહ્યુ હતુ. ભાવિને વિશ્ર્વાસમાં આવી જઇ કટકે કટકે ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. દેવેન્દ્રએ પોસ્ટ ઓફિસની સ્પિના ફોટા મોકલી પોસ્ટમાં જોઇનિંગ લેટર મોકલ્યો હતો. ત્યાર બાદ ભાવિનના ઘરે તેણે ગાંધીનગરમાં કરેલુ સોગંદનામુ પરત આવ્યુ હતુ.
ઓર્ડર ન મળતા ભાવિને ફોન કરી પુછપરછ કરી હતી ત્યારે દેવેન્દ્રએ તારૂ કામ થઇ ગયુ છે જે કલેકટર સાથે સેટીંગ હતુ તેની બદલી થઇ ગઇ છે નવા સાહેને બે લાખ રૂપિયા આપશુ એટલે કામ થઇ જશે. ભાવિને ફરી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા આપ્યા બાદ દેવેન્દ્રએ ભાવિનભાઇને ગાંધીનગર બોલાવી કોલલેટર આપ્યો હતો. ગાંધીનગરથી બધુ કમ્પલીટ થઇ ગયુ છે પરંતુ અમદાવાદ મ્યુનિશલ કોર્પોરેશન વાળા ત્રણ લાખ રૂપિયા માંગે છે ત્રણ લાખ રૂપિયા આપશુ એટલે કાયમી નોકરીનો ઓર્ડર મળી જશે પરંતુ ભાવિને હવે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી પૈસા આપ્યા ન હતા આમ, નોકરી આપવાની લાલચ દઇ દેવેન્દ્રએ ભાવિન જેતાણી પાસેથી 9.3ર લાખ રૂપિયા પડાવી લીધા હતા તેના બદલામાં બોગસ કોલ લેટર આપ્યો હતો. આ મમલે ભેસાણ પોલીસે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના દેવેન્દ્ર કિશોર હડીયલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.