ખાસ ખબર સંવાદદાતા
વિસાવદર પૂર્વ ધારાસભ્યએ મંજુર કરાવેલ માર્ગ મકાન સ્ટેટના તેમજ પંચાયત વિભાગ હસ્તકના 156.88 કરોડ માતબર રકમના કુલ 60 કામો બે વર્ષ પહેલા મંજુર થયેલ કામ ચાલુ કરાવવા મુખ્યમંત્રીને રજુઆત કરાય
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીનર રૂબરૂ મળી વિસાવદર વિધાનસભા વિસ્તારના માર્ગ મકાન પંચાયત વિભાગ તેમજ માર્ગ મકાન સ્ટેટ વિભાગ હસ્તકના જે રસ્તાઓ ડામર કામ નાલા પુલીયા મેજર બ્રિજ તેમજ કાચા માંથી ડામર રોડ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષ 2021 – 22માં ખુબજ મોટી રકમના લોક ઉપયોગી જાહેર માર્ગોના કામો મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન મંજુર કરેલા તે બદલ હું રાજ્યની ભાજપ સરકારનો હદયથી આભાર માનુ છુ. પણ માર્ગ મકાન વિભાગની ઢીલાશને કારણે અને કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે આ રસ્તાના કામ દોઢ બે વર્ષ પહેલા મંજૂર થયેલા કામો ક્યાંક કામ અધૂરા છે થોડાક કામ પૂર્ણ થયા હોય પણ તેમાં રોડની સાઈડો તેમજ ગુણવત્તા ચકાસીને ગેરંટી પિરિયડમાં કામનું રીપેરીંગ કરાવવું ઘણામાં ડામર કામ બાકી છે તે પૈકી મંજુર થયેલા મોટાભાગના કામો ચાલુ જ નથી થયા જેથી વાહન ચાલકો ખુબજ હેરાન પરેશાન થાય છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્યએ CMને રૂબરૂ મળીને રોડના કામ બાબતે રજૂઆત કરી
