ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પશુ સારવાર અને પશુ આરોગ્યની કામગીરી માટે માંગરોળ તાલુકાના આરેણા ગામ અને તેની આજુબાજુના 11 જેટલા ગામડાઓને સાંકળીને એક ક્લસ્ટર બેઈઝ પશુ ચિકિત્સા યુનિટનો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના આરેણા ગામે યુનિટનું મુખ્ય મથક રહે અને આજુબાજુના ગ્રામનાં જેવાં કે શાહપુર, મોટા કોટડા, નાના કોટડા, ઉસેનાબાદ, ખોડાદા, શેપા, શેખપુર, ઢેલાણા, વીરપુર અને સકરાણા ગામોમા રહેતા પશુપાલકોના પશુઓના આરોગ્યની સંભાળ લેશે અને એની ચિકિત્સા માટે સતત કાર્યરત રહેશે. જો કોઈ પશુને ઈમરજન્સી સારવારની જરૂર પડશે તો તેઓ 1962મા કોલ કરી હતી ઉપરોક્ત 12 ગામોના પશુપાલકોના પશુઓને આકસ્મિક બીમારી સંદર્ભે સારવાર આપવામાં આવશે.
માંગરોળના આરેણા ગામથી મોબાઇલ વેટરનરી યુનિટ પ્રથમ ફેઝનું પ્રસ્થાન થયું
