ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જીલ્લામા પૌરાણીક અને પવિત્ર ભાલકાતીર્થના સાનીધ્યમા આવેલ શ્રી નિરાલી ખોડીયાર મંદિરના મહંત અને મહામંડલેશ્ર્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ મંદિરના નિમાંણમા પધારવા જીલ્લામા પ્રથમ આમંત્રણ મળતા ભાવીકોમા આનંદની લાગણી જોવા મળી છે.
સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનુ પ્રતીક એવા અયોધ્યામા ભગવાન શ્રીરામ આગામી 22 જાન્યુઆરીએ બીરાજવાના છે ત્યારે સમગ્ર દેશમા દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઇ હિન્દુસમાજ અહી જવા માટે આતુર બન્યા છે ત્યારે સુરક્ષા અને જડબેસલાખ બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામા આવ્યા છે .જેમા ગીર સોમનાથ જીલ્લાના ભાલકાતીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડીયાર મંદિર ના મહંત અને મહામંડલેશ્ર્વર શ્રી બજરંગદાસ બાપુને પણ સૌ પ્રથમ આમંત્રણ આવ્યુ છે જેનાથી તેમના ભાવીકોમા અને સમગ્ર જીલ્લામા આનંદની લાગણી જોવા મળી છે . આ આમંત્રણ ની વાત વાયુવેગે ફેલાતા શ્રી નિરાલી ખોડીયાર મંદિરે મહીલા મંડળ દ્રારા રામધૂનનુ દરરોજ આયોજન થઈ રહ્યુ છે અને ભગવાન શ્રીરામ તથા શ્રી બજરંગદાસ બાપુ ની પૂજા તેમજ આરતી કરી ભક્તો ધન્ય બન્યા હતા આ અવસર જીલ્લામાથી બજરંગદાસ બાપુને મળ્યો છે તે જીલ્લા માટે ખૂબજ ગૌરવની વાત હોવાનુ ભક્તો માની રહ્યા છે.