ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
પોરબંદર શહેરના જ્યુબેલીના જૂના પુલ નજીકની ખાડીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોરબંદર પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મહિલાનો મૃતદેહ ખાડીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેવો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી ફાયર વિભાગે ખાડીમાં રહેલ મૃતદેહને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ મહિલાનો હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ ઘટના બાદ મૃતદેહ પી.એમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસે જણાવ્યું હતું કે હાલ મૃતદેહ કોહવાયેલ હોવાથી ઓળખ થઈ રહી છે.