ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયાએ ઘેડમાં માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામની મુલાકાત લીધી હતી તેની સાથે ઘેડના ગામોમાં વરસાદી પાણી ઉતર્યા પછી હવે રોગચાળો ન થાય તેમજ જરૂરી આરોગ્યલક્ષી સર્વેલન્સ કરવા બગસરાના પીએચસી સેન્ટરના તબીબ અને ફિલ્ડ સ્ટાફ અને આજ રીતે આસપાસના વિસ્તારોમાં કામગીરી થાય તે માટે તાલુકા તંત્રને જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ દવાનો જથ્થો, સ્ટાફ અને હાલ ચાલી રહેલી કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી.
- Advertisement -
કલેક્ટરે પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઈ શિક્ષકોની માહિતી ઉપરાંત બાળકોને પાયાનું શિક્ષણ મળે તે માટે વિશેષ કામગીરી કરવા, વાલીઓ સાથે બાળકની શૈક્ષણિક પ્રગતિ અંગે સમયાંતરે સંવાદ કરવા જણાવ્યુ હતું આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ સમયસર અનાજનું વિતરણ થાય છે કે કેમ તેની ચકાસણી કરી લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.આ ઉપરાંત ગ્રામજનો સાથે સંવાદ કરી ગામના વિવિધ પ્રશ્ર્નો જાણી સંબંધિત અધિકારીઓને ઉકેલ માટે માર્ગદર્શન આવ્યું હતું.



