સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાયના ખાનગી વાહનોને અંદર ન પ્રવેશવા સુચના : ડો.આર. એસ. ત્રિવેદી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદીના હસ્ત્તે લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. જેમાં અનેકવિધ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં કેથલેબ, એમ.આર.આઇ. ઉપરાંત સીટી સ્કેન સેન્ટરની વધુ એક સુવિધા પ્રધાનમંત્રીના હસ્તે 25 ફેબ્રુઆરીનાં રોજ લોકર્પણ થવા જઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં જી.ઈ.વિપ્રો 128 સ્લાઈસ સીટી સ્કેનર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે છ કરોડ છે. આ મશીન થકી ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ (કાર્ડિયાક, પરફયુઝન, ઈન્ટરવેન્શન પ્રક્રિયા, કાર્ડિયાક કેલ્શિયમ) વગેરેનું હાઈ-સ્પીડ રેપીડ સ્કેનીંગ કરી શકાશે, તેમજ હાઈ રેઝોલ્યુશન ઈમેજ જનરેટ કરી શકાશે, આ સવલતોથી વધુ સારૂં નિદાન ગણતરીના સમયમાં કરી શકાશે.