સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી થઈ હતી. આ મામલામાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે, રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો વળી સ્વામીએ જણાવ્યું છે કે, આ સંબંધમાં સંસ્કૃતિ મંત્રાલયે બેઠક પણ કરી હતી. તત્કાલિન મંત્રી તરીકે પ્રહલાદ પટેલે આ મામલામાં ચર્ચા પણ કરી હતી, પણ તેમને બીજૂ મંત્રાલય આપી દીધું પણ મારી દલીલ ફક્ત એ વાત પર છે આપ પાછીપાની શા માટે કરી રહૃાા છો? તેના પર સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડે કહૃાું કે, હું અને જસ્ટિસ પારડીવાલા એક કોરમમાં એક આદેશ પારિત કરીશું, પણ જસ્ટિસ નરસિમ્હાની સાથે નથી.
- Advertisement -
ન્યાયમૂર્તિ નરસિમ્હાનું કહેવું છે કે, તે સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ મામલામાં તમિલનાડૂ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. એટલા માટે તે આ મામલાની સુનાવણી નહીં કરી શકશે. તો વળી કોર્ટે ભાજપ નેતા સ્વામીને કહૃાું કે, આ મામલા સાથે જોડાયેલ વધારાના પુરાવા મંત્રાલયને આપી શકે છે. જો કે, તેમણે કહૃાું કે, તે વધારાના પુરાવા મંત્રાલયને શા માટે આપે? તેમણે કહૃાું કે, અગાઉ પણ કેટલાય પુરાવા અને પત્ર મંત્રાલયને આપી ચુક્યો છું, પણ તેમણે હજૂ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.
સુબ્રમણ્યમ સ્વામીએ રામ સેતુને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી અરજી દાખલ કરી છે. સ્વામીએ પોતાની અરજીમાં કહૃાું કે, રામ સેતુ લાખે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ છે, તેથી તેને તોડવામાં ન આવે. સાથે જ રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે. તેમનું કહેવું છે કે, કોર્ટે કેન્દ્ર સરકારને એક ડિસેમ્બર સુધી એફિડેવિટ દાખલ કરીને પોતાનો મત જણાવા માટે કહૃાં હતું, પણ અત્યાર સુધી કેન્દ્રએ તે મામલે કોઈ એફિડેવિટ જમા કરાવ્યું નથી. સુબ્રમણ્યમ સ્વામીએ કહૃાું કે, ત્યારે આવા સમયે કેબિનેટ સેક્રેટરીને કોર્ટમાં હાજર કરવામાં આવે, તો વળી સોલિસિટર જનરલે કહૃાું કે, એફિડેવિટ તૈયાર થઈ રહૃાું છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયા સુધીમાં તૈયાર થઈ જશે.
- Advertisement -
રામ સેતુનો વિવાદ કેમ?
એક માહિતી અનુસાર રામ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચે એડમ્સ બ્રીજ (આદમ બ્રીજ) પર ચુનાના પથ્થરોની લાંબી હારમાળા છે. ભૂ વૈજ્ઞાાનિકોનું માનવું છે કે પુરાવાના આધારે એવું જણાય છે કે આ ભાગ કયારેક ભારત અને શ્રીલંકાને જોડતો ટુકડો રહયો હશે. અંદાજે 50 કિમી લાંબા આ ઢાંચા આસપાસ પાણીની ઉંડાઇ ઓછી હોવાથી જહાજ પસાર થઇ શકતા નથી. વર્ષોથી સેતુ સમુદ્રમ પરિયોજના વિચારણા હેઠળ હોવાથી રામ સેતુ અંગે વિવાદ થતા રહે છે. આ પરીયોજનાનો હેતુ ભારતની પૂર્વી અને પશ્ર્ચિમી તટો વચ્ચે એક જહાજ માર્ગ તૈયાર કરવાનો છે જે ભારત અને શ્રીલંકાની સમુદ્ર હદમાંથી પસાર થાય છે. જો આ પ્રોજેકટ પાર પડે તો સમય અને ઇંધણની બચત થઇ શકે છે.