ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી દ્વારા શહીદોને સન્માનિત કરવાના શરુ કરેલ મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત જુનાગઢના દોલતપરા વોડે નંબર-1 ખાતે કળશ યાત્રાનું સ્વાગત કરી સ્થાનિક નાગરિકો પાસેથી માટી સ્વીકારી હતી ત્યારે જ્યાં જ્યાં કળશયાત્રા પસાર થઈ ત્યાં ત્યાં શહીદોને નાગરિકો સન્માનિત કરી રહ્યા છે જેમાં જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા, ઉપાધ્યક્ષ સંજયભાઈ મણવર, ભરતભાઈ કારેણા, ઓમ રાવલ, મહાનગર આગેવાન કરશનભાઈ ધડુક, નટુભાઈ પટોળીયા, મંત્રી મુકેશ ગજેરા, મનિષાબેન વૈષ્નાણી, વોર્ડ પ્રમુખ ભાવેશ પોશીયા, ચીરાગ શેઠિયા, અજય સોમાણી, અનુ જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા, મહામંત્રી જીતેશભાઇ તથા ભારતીય જનતા પાર્ટી નાં આગેવાનો કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું.