આઇપીએસ અધિકારીઓને ધમકી આપી : વિડીયો વાયરલ થયો
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના બાંટવા નજીકથી 22.94 લાખનો દારૂ પકડાયો હતો.જેમાં જૂનાગઢનાં બુટલેગરનું નામ ખુલ્યું હતું. આ ઘટના બાદ બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ અધિકારીઓને ધમકીનાં સ્વરમાં કહ્યું હતું કે,હું કોઇનાં બાપથી બીતો નથી. તેમજ પરિવાર સાથે આત્મહત્યાની ચિમકી પણ ઉચ્ચારી હતી. ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોનાં આરોપ લગાવ્યાં હતાં. બીજી તરફ તેના પત્ની કે જે ભાજપનાં કોર્પોરેટર હોય ડીજીપીની રજુઆત કરી હતી.
બનાવની મળતી વિગત મુજબ ગઇકાલે માણાવદર તાલુકાના બાંટવા નજીક આવેલા ખારા ડેમ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી કટીંગ થાય એ પૂર્વે 22.94 લાખનો દારૂ, વાહન સહિત કુલ 34.94 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ કર્મચારીએ જૂનાગઢના બુટલેગર ધીરેન અમૃત કારિયા,લાખા રબારી અને વાહનોના ચાલક સહિત સાત સામે ગુનો દાખલ કર્યો હતો.
- Advertisement -
જેના બુટલેગર ધીરેન કારીયાએ વિડીયો બનાવી પોતે પોલીસ અધિકારીઓ સામે કરેલી ફરિયાદ પરત ખેંચવા માટે મારી પર ખોટો કેસ કર્યાનો આક્ષેપ કયો હતો. અને હું કોઇના બાપથી બીતો નથી. અને પોલીસ અધિકારીઓને જોઇ લેવાની ધમકી આપી હતી. વધુમાં તેણે પોતાની પત્ની ભાજપની નગરસેવીકા છે. તેનો દુરૂપયોગ નથી કર્યો. આમ પોલીસનો કોઇ ડર ન હોય તેમ બનાવેલા આ વીડિયો મામલે અનેક સવાલ ઉઠી રહ્યા છે.બીજી તરફ બુટલેટરનાં પત્ની નીશાબેન કારીયાએ ડીજીપીને રજુઆત કરી આઇપીએસ અને પીઆઇ ઉપર આક્ષેપ કર્યાં છે. પોતાનાં પતિને ધમકીઓ આપે છે અને તેની સામે ખોટા કેસ કરવામાં આવી રહ્યાં છે. અમારા પરીવારને અધિકારીઓ દ્વારા ખોટી કનડગત કરવામાં આવી રહી છે.