ગઈકાલે માતા-પિતા કૃતિ, દીકરી વેદના સહિતની અવનવી કૃતિઓ રજૂ કરાઈ: ચંડમૂંડ રાસ, મોગલ રાસ, કાનુડા રાસ, રાજસ્થાની રાસ, પંજાબી રાસ પ્રખ્યાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં અર્વાચીન ગરબીના આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે શહેરની પવનપુત્ર અને ગરૂૂડની ગરબી અર્વાચીન ગરબીઓને પણ ટક્કર મારે તેવી પ્રાચીન ગરબી છે. આપ્રાચીન ગરબીઓમાં બાળાઓને ગરબે ધુમીને માતાજીની આરાધના કરતી નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. લોકમાન્ય સેવા મંડળ દ્વારા 1977માં ગરબીની સ્થાપના કરી 1990માં પવનપુત્ર યુવા ગ્રુપે તમામ વ્યવસ્થા સંભાળી લીધી. છેલ્લા 34 વર્ષથી પવનપુત્રની ગરબી નિહાળવા દરરોજ 10 હજારથી વધુની જનમેદની ઉમટી પડે છે.
આ વર્ષે પવનપુત્ર ગરબીમાં 30 બાળાઓએ ભાગ લીધો છે. આ ગરબીમાં પ્રચલીત રાસ ગાગર, ટિપ્પણી, કાનુડો, અંબેમાનું પારેવડું, હનુમાન ચાલીસા, લીલીપીળી મસૂરનો દાળ, ગણપતિ સ્તુતિ, ચંડમુડ રાસ, મોગલ રાસ, કાનુડા રાસ, રાજસ્થાની રાસ, પંજાબી રાસ સહિતના છે. જ્યારે આ વર્ષે નમો હનુમાન, રામ ભગવાન કૃતિ, શંકરા, રણછોડ રંગીલા, માતા પિતા કૃતિ, દીકરી વેદના સહિતની અવનવી કૃતિઓ રજૂ કરાઈ છે દાતાઓ દ્વારા દર વર્ષે બાળાઓને નાની લ્હાણી સહિત સોના ચાંદીની વસ્તુ પણ આપવામાં આવે છે.
- Advertisement -
ગરબીમાં ગાયક કલાકાર તરીકે શૈલેષભાઈ પીઠવા, નિલેશભાઈ સોરીયા તબલા વાદક રાજુભાઈ કાપડી, બેન્જો માસ્ટર વિજયભાઈ સોલંકી, કોરીયોગ્રાફર તરીકે જીજ્ઞેશભાઈ સુરાણી તથા જયભાઈ ડાભી લોકોનું મનોરંજન પુરૂૂ પાડી રહ્યા છે. જેના નિમંત્રકો રાજુભાઈ પોપટ, આયોજક શૈલેષભાઈ પાબારી, પ્રમુખ રઘુભાઈ બોળીયા, પ્રોજેક્ટ ચેરમેન રક્ષાબેન બોળીયા, કાર્યકર પ્રશાંત બોળીયા, ધર્મેશભાઈ ડોડીયા, જીજ્ઞેશભાઈ ગોહીલ, સંજયભાઈ ભંડેરી, વિજયભાઈ વાઢેર, નરેશભાઈ વાઢેર, કિરપાલભાઈ સોરઠીયા, વીકીભાઈ મેવાડા, મયુરભાઈ ગોહીલ, હાર્દિકભાઈ જીલ્કા છે.