મહંત ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં 26 જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિનના દિવસે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઉપલા દાતાર જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી અપાય હતી આ તકે દાતારબાપુના દર્શને આવેલ ભાવિકો તેમજ સેવકોએ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપીને રાષ્ટ્ર પર્વની ઉજવણી દાતાર પહાડોમાં કરવામાં આવી હતી.