ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહિલા હેલ્પ લાઈનમાં એક કોલ આવેલ જેમા પીડિત મહિલાએ કોલ કરી જણાવેલ કે તેના પતિને તેમના જ કુટુંબ ના જેઠાણી સાથે અફેર ચાર વર્ષથી હોય જેની જાણ પીડિત મહિલા ને થયેલ જેથી પતિ ઝગડો કરેછે જેથી સમજાવવા માટે આવો જેથી કોલ મળતા તુરંત 181ના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા, અસ્મિતા બેન ગોંડલિયા સહિતની ટીમ પહોંચી મહિલાને મળેલ અને કાઉંસેલિંગ કર્યુ હતુ. ઝગડો શાંત કરી પીડિત મહિલા તથા તેમના પતિને સાંભળી કાઉંસેલિંગ કરતા જણાયેલ કે મહિલાના પતિને તેમના જ કુટુંબના જેઠાણી સાથે ચાર વર્ષ થી અફેર હોય જે બંનેના સાથે ફોટો મળેલ તથા વિડિયો કોલ પર વાત કરતા જોઈ જતાં અને અન્ય પુરાવાઓ મળતા પીડિત મહિલાને ખબર પડી જેથી તેમણે થોડા દિવસથી કુટુંબના આગેવાનો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમના પતિ સમજતાના હોય અને પીડિત મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય અને છૂટાછેડા આપવાનું કહી મધ્યરાત્રિએ હેરાનગતિ કરતા ઝગડો વધેલ જેથી પીડિત મહિલાએ 181ની મદદ લીધી હતી. બંને પતિ પત્નીનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય પ્રાથમિક માર્ગદર્શન આપેલ પરંતુ હાલ તેમના પતિને ભૂલ સમજાઈ જતાં માફી માંગી અને આવી ભૂલ ભવિષ્યમાં હવે નહિ થાય જેની બાહેંધરી આપતા હોય જેથી પીડિત મહિલા હાલ સમાધાન કરવા ઈચ્છતા હોવાથી હાલ તેમને અન્ય કોઈ કાર્યવાહી કરવીના હોય જેથી સ્થળ પર સમજાવી પતિ પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરાવેલ જેથી પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ.
બે દાંપત્ય જીવનનો અંત આવે તે પહેલા જ 181 મહિલા ટીમે કરાવ્યું સમાધાન
