અકસ્માતના ભયંકર CCTV સામે આવ્યા: માતા 15 ફૂટ દૂર ફંગોળાઈ
ખાસ-ખબર સંવાદદાતા
આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા. જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા ઈઈઝટ પણ સામે આવ્યાં છે. જેમાં સેક્ધડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે.
- Advertisement -
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતના ઈઈઝટ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્રી ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર નીચે પટકાયા હતા. તેમજ માતા 15 ફૂટ ઉછળી બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી.
પિતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. થોડી ગફલતના કારણે બે લોકોની જીંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ હતી. તેમજ માતાને અને અન્ય પુત્રીને પણ ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેઓેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક બોરસદ રૂરલ પોલીસ મથકે હાજર થયો હતો. બનાવની જાણ થતા બોરસદ રૂરલ પોલીસની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે બોરસદની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણભાઈ જાદવનું પણ મોત નીપજ્યું હતું. હાલ ઈજાગ્રસ્ત નિશાબેન અને તેમની નાની પુત્રી દેવાંશીની વાઘોડિયા સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.