ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ સહિત સોરઠમાં બીજા દિવસે પણ અગન વર્ષા થવાની સાથે મહતમ તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર સ્થિર રહ્યો હતો. પેલા બે દિવસથી સૂર્યનારાયણ આકાશમાંથી ધરતી પર અગ્નિવર્ષા વરસાવાનું શરૂ કર્યું છે.
રાત્રિના સમયે જૂનાગઢનું તાપમાન 2.2 ડિગ્રી વધીને 26.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું જેના પરિણામે રાત્રે લોકો ગરમીથી અકળાઈ ગયા હતા. મંગળવારની સવાર થતાની સાથે લઘુતમ તાપમાન પણ વધીને 22.9 ડિગ્રીએ સ્થિર થયું હતું. સવારના પારો 23 ડિગ્રી નજીક પહોંચી જવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 41 ટકા થઈ ગયું હતું. જેમાં પરિણામે સવારથી આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ હતી.
- Advertisement -
બપોરે વાતાવરણમાં 12 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર સ્થિર રહ્યો હતો આમ સતત બીજા દિવસે પણ લોકોને ગરમીથી કોઈ પ્રકારની રાહત મળી ન હતી. સોમવારની સરખામણીએ પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 6.2 કિલોમીટરની રહી હતી. આકરી ગરમી તેમજ લુ વર્ષા થવાથી અબોલ જીવ સહિત લોકો ત્રાહિમામ થઈ ગયા હતા.