તાલાલા નગરપાલિકાની હદમાં ફાયર સેફ્ટી વિહોણા બનાવવામાં આવેલ કોમ્પલેક્ષો પૈકી ગિરિરાજ કોમ્પ્લેક્સ,ભાવિન કોમ્પ્લેક્સ,કર્મદીપ કોમ્પ્લેક્સની 19 દુકાનોને તાલાલા નગરપાલિકા દ્વારા સીલ લગાવી દેવામાં આવતા સુવિધા વિહોણા ખડકી દેવામાં આવેલ કોમ્પ્લેક્સના સંચાલકોમાં ફફડાટ ફેલાયેલ છે.તાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.એમ.જોશીના જણાવ્યા પ્રમાણે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફટીની ચાલતી પીટીશન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવેલ છે,તાલાલામાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઉપર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા સુવિધા વિહોણા બાંધકામો કરનાર લોકોમાં ફફડાટ ફેલાયેલ છે.
તાલાલા પાલિકાએ ફાયર સેફ્ટી વિનાની 19 દુકાનોને સીલ લગાવ્યા
Follow US
Find US on Social Medias