ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની એક યુવતીએ ગીરનાર દરવાજા પાસે રહેતા શખ્સ પાસેથી 7 હજાર ઉછીનાં લીધા હતાં. આ રૂપિયા આપી દીધા હોવા છતા યુવતીનાં ઘરે આવી બાબલ કરી હતી.બાદ યુવતીને કારમાં લઇ જઇ જબરજસ્તીથી દારૂ પીવડાવ્યો હતો અને બન્ને શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. તેમજ યુવતીનાં પ્રાઇવેટ પાર્ટમાં નખથી ઇજા કરી હતી. આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢની એક યુવતી પ્રાઇવેટ નોકરી કરે છે. આ યુવતીએ જૂનાગઢનાં ગીરનાર દરવાજા પાસે રહેતા કાના જોષી પાસેથી 7 હજાર રૂપિયા ઉછીનાં લીધા હતાં અને આ રૂપિયા યુવતીએ પરત આપી દીધા હતાં. છતા પણ કાના જોષી અને હિમાયુ બન્ને યુવતીનાં ઘરે ગાડીમાં આવ્યાં હતા, રાડો પાડી રૂપિયાની ઉઘરાણી કરી હતી. યુવતીએ બહાર જઇને વાત કરવાનું કહેતા બન્ને શખ્સ યુવતીને કારમાં બેસાડી લઇ ગયા હતાં. ગાડી વંથલી તરફ ચલાવેલ અને ગીરીરજ હોટલ પસાર થતા કાના જોષીનો બર્થ ડે હોય જેથી ઇક્કો ગાડીમાં યુવતીને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. તેમજ યુવતની મરજી વિરૂધ્ધ તેના કપડા કાઢી તેને થપ્પડથી માર મારી વાળ પકડી યુવતીનાં શરીરે નખથી ઉજરડા કરી દીધા હતાં. બાદ યુવતીની મરજી વિરૂધ્ધ તેની સાથે બે વાર શરીર સબંધ બાંધ્યો હતો. બાદ હિમાયુએ પણ યુવતી સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ યુવતીનાં પ્રાઇવેટ પાર્ટમાં નખથી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાના જોષી અને હિમાયું સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.