ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા શ્રમદાનમાં નાગરિકો જોડાય રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લાના માધવપુર બીચ ખાતે જિલ્લા કક્ષાનું સામૂહિક બીચ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. શ્રમદાનમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારો સહિત ધાર્મિક, પર્યટન, સ્કૂલ, કોલેજ, જાહેર સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત નાગરિકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ગ્રામજનો, અગ્રણીઓ તથા કર્મચારીઓએ સામૂહિક સફાઈ કરી પ્લાસ્ટિક વેસ્ટ, નકામા ટાયર, કોડના ટુકડાઓ, કાચની બોટલો સહિતના કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.