છાત્રો રસ્તા પર બેસી ગયા :પોલીસને સમજાવતા મામલો થાળે પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં અનિયમીત બસનાં કારણે છાત્રોમાં રોષ ફેલાયો હતો અને રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં. છાત્રોએ રોષ ઠાલવી બસ રોકી સુત્રોચ્ચાર કર્યા હતાં. વેરાવળ બસ સ્ટેશનમાં ગઇકાલે છાત્રોએ હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને અનિયમિત રૂટ અને વેરાવળ થી 12 કિલોમીટર દૂર આવેલી કીડીવાવ શૈક્ષણીક સંકુલ ખાતે વિદ્યાર્થીઓએ અભ્યાસ અર્થે જતાં હોઈ ત્યાં એસ.ટી. બસ નાં ડ્રાઇવરો મનસ્વી રીતે બસ રોકતા નાં હોઈ જેથી વિદ્યાર્થીઓમાં રોષ ફેરાલયો હતો. અનેકવાર રજૂઆતો કરવા છતાં એસ. ટી. તંત્ર નાં ડ્રાઇવરો પોતાની મનમાની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાદ ગઇકાલે વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને હોબાળો મચાવી વેરાવળ બસ સ્ટેશનની બહાર મુખ્ય રોડ ઉપર રસ્તા ઉપર બેસી ગયા હતાં. છાત્રોએ એસટી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વિદ્યાર્થીઓને સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.