પરિણામ બાદ એજન્ડા: ચૂંટણી પરિણામ બાદ કામને વેગ મળશે
રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને 8મીએ પરિણામ જાહેર થશે. ચૂંટણી તંત્ર તેની તૈયારીમાં લાગ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તેમજ જનરલ બોર્ડ બોલાવવા માટે તૈયારી આરંભી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 15 નવેમ્બરે મળ્યું હતું કારણ કે નિયમ મુજબ બેઠક દર બે મહિને મળવી જરૂરી છે. આ કારણે સભા માટે એજન્ડા નીકળ્યો હતો જોકે તેમાં કોઇપણ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા ન હતા અને ઔપચારિક કાર્યવાહી કરીને બોર્ડ પૂર્ણ જાહેર કરાયું હતું.
આચારસંહિતાના સમયનો ઉપયોગ મનપાએ વહીવટી કામ પૂરા કરવા માટે કર્યો હતો. જેટલી પેન્ડિંગ ફાઈલો હતી તેમજ જે ટેન્ડર પર કામ કરવાના હતા તે તમામ પૂરા કરવા મથામણ કરી હતી. જેને લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય એટલે ધડાધડ દરખાસ્તો તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સંભવત: 10થી 14 તારીખ સુધીમાં બોલાવીને આ તમામ પેન્ડિંગ કામોને આગળ ધપાવી દેવાશે અને બાદમાં જનરલ બોર્ડનો પણ એજન્ડા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ગત જનરલ બોર્ડમાં આચારસંહિતાને કારણે વિકાસના નવા કામો મંજૂરી કરી શકાયા ન હતા. હવે ચૂંટણી પરિણામ બાદ કામને વેગ મળશે.
નોંધનીય છે કે 15 નવેમ્બરે મળેલા બોર્ડ અને બેઠકમાં માત્ર વંદે માતરમ્ ગાન પૂરતું સીમિત રહ્યું હતું. દર મહિને નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે.
- Advertisement -
પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય જેથી સવારે 11 કલાકે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ 12 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બોર્ડ બેઠક પૂર્ણ થતાંની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે 11 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.. જેમાં સોલિડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટ્રલ સર્વિસીસ એન્ડ કોર્પોરેટેડની કામગીરી માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવા, જીમ માટે સાધનોની ખરીદ કરવા, વંદે ગુજરાત યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, આધાર કાર્ડ નોંધણી માટે નવી 14 નંગ કિટ ખરીદવા સહિતની 11 દરખાસ્ત રજૂ કરાઇ છે. જે તમામ પેન્ડિંગ રાખવામાં આવી હતી.