ગુજરાતની ટોપ-5 સેલિબ્રિટીનું લિસ્ટ બનાવીએ તો તેમાં પરિમલ નથવાણીનું સ્થાન ચોક્કસ હોય જ. રિલાયન્સ ગ્રુપનાં કોર્પોરેટ અફેર્સનાં ડિરેક્ટર તેમજ રાજ્યસભાનાં સાંસદ તરીકે સેવારત પરિમલભાઈએ પોતાની વિવિધ ક્ષેત્રની કામગીરી થકી અપાર નામના મેળવી છે. વાઈલ્ડ લાઈફનો શોખ હોય કે પછી ક્રિકેટ ક્ષેત્ર અથવા રાજ્યનું ફૂટબોલ એસોસિએશન અથવા સાંસ્કૃતિક અને કળા જગતનાં કાર્યક્રમો… પરિમલભાઈએ આ બધી જ પ્રવૃત્તિમાં ઊંડા ઉતરીને રસ લીધો છે અને સંપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે ‘ખાસ-ખબર’ સાથેની આ એક્સક્લુઝિવ મુલાકાતમાં પરિમલભાઈએ દિલ ખોલીને તેમનાં જીવન સફરનાં દરેક સારા-નરસાં સ્મરણો વાગોળ્યાં છેસિંહો સાથે મને અનેરો લગાવ છે તે સહુ કોઈ જાણે છે. ગિરના જંગલોમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનું મને ગમે છે. આ ઉપરાંત મને સંગીત સાંભળવાનો પણ ઘણો જ શોખ છે. તે માટે હું પ્રવાસ દરમિયાન મળતા સમયનો ભરપૂર ઉપયોગ કરી લઉં છું.
કામનો નહીં, નામનો થાક ચોક્કસ લાગે છે, પણ એ જ તો જીવન છે
ફેવરિટ ટાઇમ પાસ પ્રવૃતિ ?
જાહેર જીવન અને કંપનીના કામને કારણે સમયપસાર કરવા માટે બહુ સમય રહે નહી તે સ્વાભાવિક છે. પરંતુ દરેક માણસને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે સમય કાઢવો જ પડે છે. વન્ય જીવો અને ખાસ કરીને ગિરના સિંહો સાથે મને અનેરો લગાવ છે તે સહુ કોઈ જાણે છે. ગિરના જંગલોમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનું મને ગમે છે. આ ઉપરાંત મને સંગીત સાંભળવાનો પણ ઘણો જ શોખ છે. તે માટે હું પ્રવાસ દરમિયાન મળતા સમયનો ભરપૂર ઉપયોગ કરી લઉં છું.
- Advertisement -
ફેવરિટ લેખક, ફિલ્મ સ્ટાર, ગાયકો, કેવા પ્રકારનું સંગીત સાંભળવું ગમે?
ગુજરાતી સાહિત્યનના અગ્રણી સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુન્શી મારા પસંદગીના લેખકો છે. ફિલ્મ સ્ટાર્સમાં મને પરેશ રાવલ અને આમીર ખાન બંન્ને મારા ફેવરીટ છે. આ બંને કલાકાર એવા છે જે પોતાની ભૂમિકાને સો ટકા ન્યાય આપવાનો પ્રમાણિક પ્રયત્ન કરે છે. બંને કલાકારોએ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. પરેશ રાવલે ખલનાયક, કોમેડિયન અને ચારિત્ર્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આમીર ખાને પણ ચોકલેટી હિરોથી માંડીને ગ્રે શેડની ભૂમિકાઓ ખૂબ જ સારી રીતે ભજવી છે અને ઘણી સફળ ફિલ્મો આપી છે. મારા ફેવરીટ ગાયક આશા ભોસલે અને રાહત ફતેહ અલી ખાન છે. સંગીત સાંભળવામાં મને ખૂબ આનંદ આવે છે. આશા ભોસલે જેમને હું આશા તાઇ કહું છે, તેમણે અનેક પ્રકારના ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો અને ગઝલો ગાયા છે. રાહત ફતેહ અલી ખાનનું સૂફી મ્યુઝિક સાંભળવું મને ગમે છે. સૌરાષ્ટ્ર મારું વતન છે એટલે લોકસાહિત્ય અને ડાયરો મને ખૂબ જ પસંદ છે. ગુજરાતના ખ્યાતનામ લોક-કલાકાર ભીખુદાન ગઢવી મારા પ્રિય કલાકાર છે.
ફરવા માટેનાં સૌથી પ્રિય સ્થળો ક્યા?
મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે વન્ય જીવો અને પ્રકૃતિ પ્રત્યે મને અનહદ પ્રેમ છે. તે જ કારણ છે કે મને દેશ અને વિદેશના વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્કમાં ફરવા જવું ગમે છે. વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્કની મુલાકાત વખતે તમે પ્રકૃતિની ખૂબ જ નજીક રહી શકો છો. વન્યજીવોને ખૂબ જ સારી રીતે જોઇ, જાણી અને સમજી શકો છો. આ ઉપરાંત મને યુરોપ અને તેમાંય ખાસ કરીને સ્વીટ્ઝરલેન્ડના ઇન્ટરલેક પ્રદેશની મુલાકાત લઇને ત્યાં વેકેશન ગાળવાનું પસંદ છે. સમગ્ર ઇન્ટરલેક પ્રદેશ પ્રાકૃતિક સુંદરતાથી ખૂબ જ ભરપૂર છે. ખૂબ જ શાંત અને રમણીય સ્થળ તમારા દિલ-દિમાગને એકદમ ચેતનવંતુ કરીને આનંદ આપે છે.
હું ખાવાનો શોખીન છું તેથી નવી વેરાઇટી અને ડિશ ટ્રાય કરવામાં ક્યારેય અચકાતો નથી
આધ્યાત્મિકતાનું તમારા જીવનમાં કેવું સ્થાન છે?
આધ્યાત્મિકતાનું તમારા જીવનમાં કેવું સ્થાન છે?
મારું સમગ્ર કુટુંબ ખૂબ જ આધ્યાત્મિક છે. બાળપણથી જ હું મારા પરિવારજનો સાથે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેતો રહ્યો છું. મને મારા કુળદેવી ખોડિયાર માતાજી, ભગવાન દ્વારકાધીશ અને શ્રીનાથજી પર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ છે. મારા મુશ્કેલ સમયમાં મારી આધ્યાત્મિકતાએ જ મને નવું જીવન શરૂ કરવાની પ્રેરણા આપી છે. મારી સફળતાના પાયામાં પણ મારી આધ્યાત્મિકતા રહેલી છે.
- Advertisement -
કેવા પ્રકારનું ફૂડ પસંદ કરો છો?
રોજ-બ-રોજના જીવનમાં હું ઘરમાં જ બનતું સાદુ ગુજરાતી ભોજન પસંદ કરું છું. પરંતુ હું ખાવાનો શોખીન છું તેથી નવી વેરાઇટી અને ડિશ ટ્રાય કરવામાં ક્યારેય અચકાતો નથી. હું ઘણી વખત અમદાવાદના માણેક ચોકની મુલાકાત લઉં છું અને ત્યાં સેન્ડવીચ અને પીઝા જ્યાફત માણવાનું ચૂકતો નથી. આ ઉપરાંત મને સાઉથ ઇન્ડિયન જમવાનું પણ ગમે છે. સાઉથ ઇન્ડિયન ફૂડ માટે અમદાવાદમાં દક્ષિણાયન, મુંબઇમાં મુત્તુસ્વામીની ઇડલી અને ચેન્નઈમાં મુરુગન ઇડલી મારા પસંદગીના સ્થળો છે.
જીવનમાં પરિવારને કેટલું મહત્વ આપો છો ?
મારો પરિવાર મારા સુખ-દુ:ખમાં હંમેશા મારી પડખે ઊભો રહ્યો છો. જો પરિવારનો સાથ અને સહકાર ન હોય તો માણસ સફળતા મેળવી શકતો નથી. હું માનું છું કે પરિવાર છે તો તમે છો અને તમે પરિવારથી ઉજળા છો. હું મારા પરિવારને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરું છું. વર્ષમાં ચાર-પાંચ વખત પરિવાર સાથે વેકેશન માણવા માટે જુદી-જુદી જગ્યાની મુલાકાત લઉં છું. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, લાગણી અને હુંફનો સેતુ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.
તમારી સફળતાની ક્રેડિટ કોને આપો છો ?
મારી સફળતાની ક્રેડિટ હું ભગવાન દ્વારકાધીશને આપું છું. તેમની પ્રેરણા અને આશીર્વાદથી હું કપરા સમયમાંથી હેમખેમ બહાર આવ્યો અને નવું જીવન શરૂ કરી શક્યો છું. ભગવાન દ્વારકાધીશ તરફની મારી અનન્ય શ્રદ્ધાને કારણે જ મને રિલાયન્સ વતીથી દ્વારકા નગરના વિકાસ કાર્યો કરવાનું તેમજ દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે મંદિર પરિસરના વિકાસ માટેના કાર્યો કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.
તમારો ભવિષ્યનો લક્ષ્યાંક – ધ્યેય ?
હું જ્યારથી કોલેજમાં ભણતો હતો ત્યારથી જ મને નોકરી કરવાનો નહીં પરંતુ ઉદ્યોગ સ્થાપવાનો વિચાર મનમાં આવતો હતો. તેથી જ મેં કોલેજકાળ દરમિયાન મુંબઈમાં સોફ્ટડ્રિંક કંપનીની એજન્સી લીધી. ત્યારબાદ સાબુની એજન્સી લીધી અને સાબુ બનાવવાની ફેક્ટરી પણ સ્થાપી. તે વખતે મારી મહેચ્છા મારી પોતાની લિસ્ટેડ કંપની હોય તેવી હતી. મને દેશ-વિદેશના વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્કમાં ફરવાની ઇચ્છા છે. માત્ર ગિરના એશિયાટિક લાયન જ નહીં પરંતુ અન્ય વન્ય પશુઓ અને પક્ષીઓ માટે કાર્ય કરવાની ઇચ્છા છે. ભવિષ્યમાં હું વન્યજીવો અને પ્રકૃત્તિની નિકટ પસાર કરવાનું પસંદ કરીશ. સંગીત સાંભળવાનો મારો શોખ છે તે પણ હું પૂરો કરવા ઇચ્છું છે અને તે માટે દેશ-વિદેશમાં યોજાતા સંગીત સમારોહમાં ભાગ લઇશ.
મારો પરિવાર મારા સુખ-દુ:ખમાં હંમેશા મારી પડખે ઊભો રહ્યો છો. જો પરિવારનો સાથ અને સહકાર ન હોય તો માણસ સફળતા મેળવી શકતો નથી. હું માનું છું કે પરિવાર છે તો તમે છો અને તમે પરિવારથી ઉજળા છો. હું મારા પરિવારને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરું છું. વર્ષમાં ચાર-પાંચ વખત પરિવાર સાથે વેકેશન માણવા માટે જુદી-જુદી જગ્યાની મુલાકાત લઉં છું
મારા પૌત્ર શિવાનનો જન્મ થયો તે ક્ષણ મારા માટે ખૂજ સુખદ ક્ષણ હતી
દરેક વખતે દરેક લોકોની અપેક્ષા પૂર્ણ કરવી કોઇનાય માટે શક્ય હોતી નથી. તેથી જ, જે લોકોની અપેક્ષા વાજબી હોય અને પૂરી કરી શકાય હોય તો તે પૂર્ણ કરવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરું છું. પરંતુ કોઇ વ્યક્તિ કાયમ માટે બધાને ખૂશ રાખી શકતી નથી
જીવનનો કોઇ એક પ્રસંગ – જેણે તમારા જીવનની દિશા બદલી નાંખી હોય ?
હર્ષદ મહેતા. સન 1991-92માં શેર બજારમાં હર્ષદ મહેતાને કારણે ખૂબ જ મોટી તેજી આવી. શેરબજારમાં કાર્યરત ન હોય તેવા લોકો પણ આ તેજીના કારણે માર્કેટ તરફ આકર્ષાયા. અને તે વખતે હું તો વડોદરા સ્ટોક એક્સચેન્જમાં કાર્યરત હતો. આ તેજીમાં નાણાં કમાઇ લેવાની લાલચે હું ખૂબ જ મોટો સટ્ટો રમ્યો. હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવતા જ માર્કેટ કકડભૂસ થયું અને મંદીએ માર્કેટનો ભરડો લઈ લીધો. મને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મારી પરિસ્થિતિ એવી થઇ કે જો હું સમયસર નાણાં ન ચૂકવું તો મારું બ્રોકર તરીકેનું કાર્ડ જપ્ત થાય. આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો. આ ઘટના પછી મારી મુલાકાત રિલાયન્સના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણી સાથે થઈ. ત્યાર પછી જે બન્યું તે સૌ કોઇ જાણે જ છે.
તમારા જીવનનો સૌથી સુખદ અને દુ:ખદ પ્રસંગ ?
સૌ કોઇના જીવનમાં સુખ અને દુ:ખના પ્રસંગો ચાલ્યા જ કરે છે. પરંતુ તેમાંના કેટલાક પ્રસંગો તમારા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે. મારા પૌત્ર શિવાનનો જન્મ થયો તે ક્ષણ મારા માટે ખૂજ સુખદ ક્ષણ હતી. તેની સાથે સમય પસાર કરવાથી નવી એનર્જી મળે છે. મારી માતા મારી હૃદયની ખૂબ જ નજીક હતી. તેમનું દેહાવસાન થયું તે મારા જીવનનો ખૂબ જ દુ:ખદ પ્રસંગ હતો. જીવનના કોઇપણ તબક્કે તમારી માતા તમારી શક્તિ બની રહેતી હોય છે. તેના જવાથી મને ખૂબ જ મોટી ખોટ પડી છે.
તમારી પાસેથી લોકોને જાત-જાતની અપેક્ષાઓ હોય છે. કેવી રીતે પૂર્ણ કરો છો ?
સમાજમાં તમે કોઇ ચોક્કસ મુકામ હાંસલ કરો ત્યારે સમાજ અને લોકોની અપેક્ષાઓ તમારા પાસેથી વધી જાય તે ખૂબ જ સ્વાભાવિક બાબત છે. તમારી પાસે અનેક લોકો પોતાની માંગણીઓ અને કામ લઇને આવે છે. મારી બાબતમાં પણ એવું છે. ભારતની સૌથી મોટી ખાનગી કંપનીમાં મહત્વના હોદ્દા પર હોવાથી અને રાજ્ય સભાના સાંસદ તેમજ અનેક સંસ્થાઓમાં કાર્યરત હોવાથી લોકોની મારી પાસેથી કોઇ અપેક્ષા ના હોય તો નવાઈ. દરેક વખતે દરેક લોકોની અપેક્ષા પૂર્ણ કરવી કોઇનાય માટે શક્ય હોતી નથી. તેથી જ, જે લોકોની અપેક્ષા વાજબી હોય અને પૂરી કરી શકાય હોય તો તે પૂર્ણ કરવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરું છું. પરંતુ કોઇ વ્યક્તિ કાયમ માટે બધાને ખૂશ રાખી શકતી નથી.
જાહેર જીવનનો ક્યારય થાક નથી લાગતો ?
નામનો થાક ચોક્કસ લાગે છે, પણ એ જ તો જીવન છે.